રશ્મિકા મંદાનાનો આ લુક ફૅન્સને બહુ પસંદ પડ્યો છે
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના હાલમાં ‘કૉકટેલ 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને એક પ્રમોશનલ ઇવેન્ટનો તેનો લુક સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. શાહિદ કપૂર અને ક્રિતી સૅનન સાથે તેની હાજરીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું પણ સૌથી વધુ ચર્ચા તેના સ્ટાઇલિશ આઉટફિટની થઈ.
રશ્મિકાએ ફૅશન-બ્રૅન્ડ ‘રોકોકો સૅન્ડ’નું સુંદર બ્લશ પિન્ક ગાઉન પહેર્યું હતું. આ ફ્લોર-લેન્થ ગાઉન સાથે સ્કાર્ફ જેવી લાંબી ફ્લોઇંગ ડિઝાઇન જોડાયેલી હતી. આ ડ્રેસની સૌથી વિશેષ બાબત એની ટ્રૉપિકલ પાંદડાંઓની પ્રિન્ટ હતી. આ ડ્રેસ સાથે રશ્મિકાએ પોતાના લુકને ખૂબ જ મિનિમલ રાખ્યો હતો જેથી સમગ્ર ધ્યાન ડ્રેસ પર જ કેન્દ્રિત રહે. રિપોર્ટ પ્રમાણે રશ્મિકાએ પહેરેલા ‘રોકોકો સૅન્ડ’ના આ મૅક્સી ડ્રેસની કિંમત ૩૦,૭૦૦ રૂપિયા છે તેમ જ તેણે આની સાથે પહેરેલાં ઝારાનાં સૅટિન હાઈ-હીલ સૅન્ડલ્સની કિંમત ૩૫૫૦ રૂપિયા છે. આમ રશ્મિકાના સમગ્ર પ્રમોશનલ લુકની કુલ કિંમત ૩૪,૨૫૦ રૂપિયા જેટલી હતી.
