Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૬ જૂને વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં ટિકિટ વગરના રેકૉર્ડબ્રેક મુસાફરો પકડાયા

૧૬ જૂને વેસ્ટર્ન રેલવેની AC લોકલમાં ટિકિટ વગરના રેકૉર્ડબ્રેક મુસાફરો પકડાયા

Published : 19 June, 2026 07:23 AM | Modified : 19 June, 2026 10:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક જ દિવસમાં ૧૫૧૮ પ્રવાસીઓને વિધાઉટ ટિકિટ પકડીને ૪.૮૪ લાખ રૂપિયા ફાઇન વસૂલ કરવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૧૬ જૂને AC લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને પકડવાનો રેકૉર્ડ નોંધાયો હતો. એમાં ૧૫૧૮ મુસાફરો પકડાયા હતા અને ૪.૮૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એક જ દિવસમાં પકડાયેલા મુસાફરોનો આ સૌથી મોટો આંકડો છે. ડેટા મુજબ ૧૦ મહિનાના સમયગાળામાં અધિકારીઓએ AC લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરતા લોકો પાસેથી ૧.૭૨ કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. ભારે ગરમી પડી રહી છે ત્યારે અનેક લોકો AC લોકલમાં વગર ટિકિટે ચડી જાય છે. ખુદાબક્ષોની સંખ્યા પણ વધતી હોવાથી વેસ્ટર્ન રેલવેએ સઘન ચેકિંગ-ડ્રાઇવ ચલાવવા અને ગેરકાયદે મુસાફરીને રોકવા માટે અલાયદી AC ટાસ્ક ફોર્સની રચના કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK