થામાના રશ્મિકા મંદાનાના લેટેસ્ટ ગીતને લોકો સ્ત્રી 2ના તમન્ના ભાટિયાના આઇટમ સૉન્ગ સાથે સરખાવી રહ્યા છે
તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના અને આયુષમાન ખુરાનાની ૨૧ ઑક્ટોબરે રિલીઝ થનારી ‘થામા’ના ટ્રેલર-લૉન્ચ પછી હવે નવું ગીત ‘તુમ મેરે ના હુએ’ રિલીઝ છે. આ ગીતમાં રશ્મિકા ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીતમાં રશ્મિકાનો લુક અને ડાન્સ જોઈને લોકો એની સરખામણી ‘સ્ત્રી 2’ના તમન્ના ભાટિયાના આઇટમ-સૉન્ગ ‘આજ કી રાત’ સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો તો સ્પષ્ટ કહી રહ્યા છે કે રશ્મિકા તેના ડાન્સમાં તમન્નાની કૉપી કરી રહી છે.


