Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકા મંદાનાને શૂટિંગ દરમ્યાન ગંભીર ઈજા, દોઢ મહિનાના બેડ-રેસ્ટ પર

રશ્મિકા મંદાનાને શૂટિંગ દરમ્યાન ગંભીર ઈજા, દોઢ મહિનાના બેડ-રેસ્ટ પર

Published : 01 August, 2026 05:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ રશ્મિકાને અંદાજે દોઢ મહિના સુધી સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. આ અચાનક આવેલા વિરામને કારણે રશ્મિકાની ફિલ્મોના નિર્માતાઓને પોતાના શૂટિંગ-શેડ્યુલમાં મોટા ફેરફારો કરવા પડી રહ્યા છે.

રશ્મિકા મંદાનાને શૂટિંગ દરમ્યાન ગંભીર ઈજા, દોઢ મહિનાના બેડ-રેસ્ટ પર

રશ્મિકા મંદાનાને શૂટિંગ દરમ્યાન ગંભીર ઈજા, દોઢ મહિનાના બેડ-રેસ્ટ પર

રશ્મિકા મંદાના હાલમાં ફિલ્મના સેટ પર એક ગંભીર અકસ્માતનો ભોગ બની છે. મળતી માહિતી પ્રમાણે ભારે ડાન્સ-સીક્વન્સ અને ઍક્શન દૃશ્યોના શૂટિંગ દરમ્યાન તેને ગંભીર ઈજા પહોંચી હતી અને આ ઘટના બાદ સેટ પર તાત્કાલિક ડૉક્ટરોની ટીમને બોલાવવામાં આવી હતી. રશ્મિકાની તબીબી તપાસ બાદ ડૉક્ટરોએ ખુલાસો કર્યો કે તેના હિપ એરિયામાં ભારે ઈજા થઈ છે. સતત આરામ વિના ડાન્સ અને મુશ્કેલ ઍક્શન દૃશ્યો કરવાને કારણે તેના સ્નાયુઓ પર ભારે દબાણ પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ રશ્મિકાને અંદાજે દોઢ મહિના સુધી સંપૂર્ણ બેડ-રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. આ અચાનક આવેલા વિરામને કારણે રશ્મિકાની ફિલ્મોના નિર્માતાઓને પોતાના શૂટિંગ-શેડ્યુલમાં મોટા ફેરફારો કરવા પડી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK