લગ્ન પછીનો આ તેનો પહેલો જન્મદિવસ હોવાથી આ પ્રસંગ પરિવાર માટે વધુ ખાસ બની ગયો હતો
રશ્મિકા મંદાનાની માતા-પિતા સાથેની ફાઇલ તસવીર
રશ્મિકા મંદાનાએ તાજેતરમાં પોતાનો ૩૦મો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે પરિવાર સાથે ઊજવ્યો હતો. રશ્મિકાના વતન નજીક વિરાજપેટ વિસ્તારમાં આયોજિત ખાસ પરિવારિક સમારંભમાં તેના પપ્પાએ રશ્મિકાને ‘સેરેનિટી’ નામનો એક વૈભવી બંગલો ગિફ્ટમાં આપવાની જાહેરાત કરી છે. રશ્મિકાના જન્મદિવસની ઉજવણી એક કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી જ્યાં પરિવારજનો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા. લગ્ન પછીનો આ તેનો પહેલો જન્મદિવસ હોવાથી આ પ્રસંગ પરિવાર માટે વધુ ખાસ બની ગયો હતો.
