Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લિવિંગ વિલ માટે મલબાર હિલમાં નોંધાઈ સૌથી વધુ ૮૪ અરજી

લિવિંગ વિલ માટે મલબાર હિલમાં નોંધાઈ સૌથી વધુ ૮૪ અરજી

Published : 09 April, 2026 07:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિવિંગ વિલ માટે કસ્ટોડિયનની નિમણૂક અને ઑનલાઇન પોર્ટલની સુવિધા આપનારું મહારાષ્ટ્ર પહેલું રાજ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુપ્રીમ કોર્ટ અને બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર મહારાષ્ટ્ર હવે ઍડ્વાન્સ મેડિકલ ડિરેક્ટિવ્સ (AMDs) અથવા લિવિંગ વિલની નોંધણી માટે દેશનું પ્રથમ ડિજિટલ પ્લૅટફૉર્મ કાર્યરત કરનાર રાજ્ય બનશે. આ આધુનિક સિસ્ટમ હેઠળ હવે ગંભીર બીમારીના કિસ્સામાં વ્યક્તિની અંતિમ ઇચ્છા અને સારવાર વિશેની સૂચનાઓનું કાનૂની સન્માન જળવાઈ રહેશે.

ટૂંક સમયમાં જ MahaULB પોર્ટલ લાઇવ કરવામાં આવશે. આ પ્લૅટફૉર્મ દ્વારા નાગરિકો ૧૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી ભરીને પોતાનું લિવિંગ વિલ ઑનલાઇન અપલોડ કરી શકશે. જે નાગરિકો ટેક્નૉલૉજીથી પરિચિત નથી તેમના માટે ઑફલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ રાખવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે ખાસ કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવશે જેમાં મુખ્યત્વે મેડિકલ ઑફિસર અથવા મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડાને જવાબદારી સોંપવામાં આવશે.



સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૨૧ હેઠળ ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને માન્ય રાખ્યો છે. અદાલતના આદેશ બાદ મહારાષ્ટ્રમાં લિવિંગ વિલ માટેની અરજીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૧૭ કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે. ૨૦૨૩માં મુંબઈના ડૉ. નિખિલ દાતારે સૌથી પહેલું લિવિંગ વિલ રજિસ્ટરકરાવ્યું હતું. મુંબઈના મલબાર હિલમાં છેલ્લા અમુક મહિનામાં સૌથી વધુ ૮૪ જેટલાં લિવિંગ વિલ નોંધાઈ ચૂક્યાં છે.


શું છે લિવિંગ વિલ?

જ્યારે કોઈ વ્યક્તિ અસાધ્ય બીમારી કે ગંભીર સ્થિતિને કારણે પોતે નિર્ણય લેવા અસમર્થ હોય ત્યારે તેની લાઇફ-સેવિંગ ટ્રીટમેન્ટ ચાલુ રાખવી કે નહીં એ વિશે ડૉક્ટરો અને પરિવારજનો મોટી નૈતિક અને કાયદાકીય ​દ્વિધામાં મુકાતા હોય છે. હવે આ ડિજિટલ પ્લૅટફૉર્મની મદદથી ડૉક્ટરો સીધો ડેટા મેળવી શકશે અને દરદીએ લિવિંગ વિલમાં જણાવેલી પૂર્વઇચ્છા મુજબ સારવાર વિશે નિર્ણય લઈ શકશે. કસ્ટોડિયન દ્વારા અરજીના સાતથી ૮ દિવસમાં દસ્તાવેજોની ચકાસણી કરીને એને પ્રમાણિત કરવામાં આવશે અને કસ્ટોડિયન દ્વારા વિલની સાચવણી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK