Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના ગુજરાતી વેપારીએ ૬,૩૩,૭૦૮ રૂપિયા ગુમાવ્યા

કાંદિવલીના ગુજરાતી વેપારીએ ૬,૩૩,૭૦૮ રૂપિયા ગુમાવ્યા

Published : 30 April, 2026 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાણી ગ્રુપના વેન્ડર બનવાની લાલચમાં ગુજરાતી વેપારી સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કાંદિવલી-વેસ્ટના પટેલનગરમાં રહેતા ઍલ્યુમિનિયમ શીટના ૨૯ વર્ષના ગુજરાતી વેપારીને અદાણી ગ્રુપના વેન્ડર બનવાની ઑફર આપીને સાઇબર ઠગોએ તેની પાસેથી ૬,૩૩,૭૦૮ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કાંદિવલી પોલીસે ગઈ કાલે IT ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ઠગોએ પોતાને અદાણી ગ્રુપના પ્રતિનિધિ તરીકે રજૂ કરી વેન્ડર રજિસ્ટ્રેશન માટે ફૉર્મ મોકલીને જરૂરી વિગતો મેળવી હતી. ત્યાર બાદ રજિસ્ટ્રેશન અને સપ્લાયર-પ્રક્રિયાના બહાને ૧૫થી ૨૬ એપ્રિલ દરમ્યાન વિવિધ હપ્તામાં વેપારી પાસેથી રકમ વસૂલ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

શું હતો ઘટનાક્રમ?



કાંદિવલીના પટેલનગરમાં રહેતા અને દહાણુકર વાડી નજીક ઍલ્યુમિનિયમ શીટ તૈયાર કરવાની કંપની ધરાવતા ગુજરાતી વેપારીને ૧૧ એપ્રિલે એક ઈ-મેઇલ મળી હતી જેમાં અદાણી ગ્રુપ સાથે કામ કરવા માટે તક ઉપરાંત વેન્ડર રજિસ્ટ્રેશન કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


ઈ-મેઇલમાં રસ દર્શાવવા માટે નિર્ધારિત ઈ-મેઇલ ID પર સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી. એના આધારે વેપારીએ વ્યાવસાયિક તક માનીને જવાબ આપ્યો હતો.

ત્યાર બાદ અદાણી ગ્રુપના કૉર્પોરેટ સેક્રેટરી પુનિત બંસલના નામે પોતાની ઓળખ આપીને ઈ-મેઇલ પર વેન્ડર રજિસ્ટ્રેશન ફૉર્મ મોકલ્યું હતું અને જરૂરી વિગતો ભરવા માટેનું સૂચન કર્યું હતું.


એપ્રિલે રજિસ્ટ્રેશન કન્ફર્મ થયું હોવાનો દાવો કરીને ૪,૫૦,૫૦૦ રૂપિયા ભરવા કહેવામાં આવ્યું હતું. આ રકમ વેપારીએ તાત્કાલિક ભરી દીધી હતી.

સાઇબર ગઠિયાઓએ પૈસા મળ્યાની પાવતી આપી અદાણી ગ્રુપના ડિરેક્ટર સાથે મીટિંગ ગોઠવવાની ખાતરી આપીને ૧,૮૩,૨૦૮ રૂપિયાની માગણી કરી હતી. ડિરેક્ટર સાથે મીટિંગ થવાની વાતે વિશ્વાસ વધતાં વેપારીએ એ પૈસા પણ ભરી દીધા હતા.

જોકે પછી ફરીથી વધુ રકમની માગણી થતાં વેપારીને શંકા ઊભી થઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે ઉપયોગમાં લેવાયેલું ઈ-મેઇલ ID ખોટું હતું અને અલગ-અલગ બૅન્ક-ખાતાંઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંતે છેતરામણી પ્રકાશમાં આવતાં આ ઘટનાની ફરિયાદ કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK