Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકા મંદાનાએ ૪૦૦ પરિવારોને એક વર્ષ માટે કર્યા અડૉપ્ટ

રશ્મિકા મંદાનાએ ૪૦૦ પરિવારોને એક વર્ષ માટે કર્યા અડૉપ્ટ

Published : 15 October, 2026 07:37 AM | Modified : 15 October, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા મંદાનાએ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ નામની સેવાકીય પહેલ શરૂ કરી છે. આ પહેલના ભાગરૂપે તેણે ૪૦૦ પરિવારોને દત્તક લીધા હોવાનો ખુલાસો કર્યો છે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના


રશ્મિકા મંદાનાએ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માટે ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ નામની સેવાકીય પહેલ શરૂ કરી છે. આ પહેલના ભાગરૂપે તેણે ૪૦૦ પરિવારોને દત્તક લીધા હોવાનો ખુલાસો કર્યો છે અને એનો હેતુ આ પરિવારોને આર્થિક રાહત આપવાનો તેમ જ તેમને વધુ સારા ભવિષ્ય માટે બચત કરવા પ્રોત્સાહિત કરવાનો છે. રશ્મિકાને આશા છે કે તેની આ પહેલ અન્ય લોકોને પણ જરૂરિયાતમંદોની મદદ કરવા પ્રેરિત કરશે.

રશ્મિકાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમે જે પાત્રો ભજવો છો એમાંથી કેટલીક બાબતો તમારા પર અસર કરતી હોય છે. તમારામાંથી ઘણા લોકો મને પૂછતા રહે છે કે ‘રણબાલી’ના મારા પાત્ર જયમ્મા અને મારા વાસ્તવિક વ્યક્તિત્વ વચ્ચે કોઈ સમાનતા છે કે નહીં. મારો જવાબ છે ‘હા’. આ પણ એવી જ એક બાબત છે. હું હંમેશાંથી આવી જ રહી છું અને જયમ્મા પણ આવી જ છે. તમે મને જે પ્રેમ આપો છો એના બદલામાં હું હંમેશાં આવાં કામ કરતી રહીશ. પણ મેં આ વાત હંમેશાં છુપાવીને રાખી હતી, કારણ કે મને લાગતું હતું કે જો આ વાતની જાણ મને, મારી ટીમને અને અમારા થોડાક નજીકના લોકોને જ હોય તો એ પૂરતું છે. પણ હવે હું આ વિશે ખુલ્લેઆમ વાત કરી રહી છું કારણ કે મને લાગે છે કે જો આનાથી તમે સૌ કોઈ આવું કંઈક કરવા માટે પ્રેરિત થાઓ તો મને ખૂબ ખુશી થશે. આજે મેં ૪૦૦ પરિવારોને દત્તક લીધા છે. હું એક સમયે ૪૦૦ પરિવારોને મદદ કરવા માગું છું. દરેક પરિવારને ત્રણ મહિના સુધી મદદ કરવામાં આવશે અને આગામી એક વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની મારી ઇચ્છા છે. મને આશા છે કે આ પરિવારો કરિયાણાની ખરીદીમાં થતો ખર્ચ બચાવી શકશે અને એ નાણાંનો ઉપયોગ પોતાના ભવિષ્યને વધુ સારી રીતે ઘડવા અને એનું આયોજન કરવા માટે કરી શકશે.’



 દયાનું એક નાનકડું કાર્ય પણ કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એના માટે કંઈક બહુ મોટું કરવાની જરૂર નથી. ચાલો, આપણે સૌ કોઈ નાનકડી શરૂઆત કરીએ. મારો વિશ્વાસ કરો, આ બધાં સ્મિતો અમૂલ્ય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ દરમ્યાન મારે જે રાતોની ઊંઘ ગુમાવવી પડી છે, જે ઈજાઓ થઈ છે, જે સંઘર્ષ કરવા પડ્યા છે, જે પીડા સહન કરી છે, જે આંસુ વહાવ્યાં છે અને જે કંઈ પણ વેઠવું પડ્યું છે એ બધાની સામે આ સ્મિતની કોઈ કિંમત નથી. આ ખરેખર અમૂલ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK