રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અમેરિકામાં શંકર મહાદેવનની કૉન્સર્ટને એન્જૉય કરી હતી
ફૅમિલી ટાઇમ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અમેરિકામાં શંકર મહાદેવનની કૉન્સર્ટને એન્જૉય કરી હતી. આ કૉન્સર્ટમાં દીપિકાના પપ્પા પ્રકાશ પાદુકોણ, તેની મમ્મી ઉજાલા પાદુકોણ અને તેની બહેન અનીશા પાદુકોણ પણ હાજર હતાં. દીપિકાએ ગ્રીન ડ્રેસ પર હેવી ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં. તો રણવીરે યલો કુરતો પહેર્યો હતો. સાથે જ ૬ જુલાઈએ રણવીરનો બર્થ-ડે હોવાથી શંકર મહાદેવન, દીપિકા અને હાજર લોકોએ તેના માટે બર્થ-ડે સૉન્ગ પણ ગાયું હતું. આ કૉન્સર્ટની વિડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાં રણવીર અને દીપિકા ડાન્સ કરતાં દેખાય છે. તો અન્ય એક ક્લિપમાં રણવીર સ્ટેજ પર જઈને કહી રહ્યો છે કે તેને તેની સાસુ એટલે કે દીપિકાની મમ્મી ઉજાલાથી ડર લાગે છે. આ બધા સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને શંકર મહાદેવને કૅપ્શન આપી હતી, ‘તમે લોકોએ આ કાર્યક્રમને અતિશય સ્પેશ્યલ અને યાદગાર બનાવી દીધો છે. તમારી સાદગી અને ઉમળકો તમને બન્નેને શ્રેષ્ઠ બનાવે છે.’