ડૉન 3ના વિવાદને ઉકેલવા માટે થયેલી મીટિંગમાં રણવીર સિંહે આવો જવાબ આપ્યો હોવાનો રિપોર્ટ
રણવીર સિંહની ફાઇલ તસવીર
રણવીર સિંહ અને ફિલ્મમેકર ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડૉન 3’ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક નવો દાવો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ વિવાદ ચરમસીમાએ હતો ત્યારે બૉલીવુડના કેટલાક મહત્ત્વના લોકોને મધ્યસ્થી બનાવીને રણવીર અને ‘ડૉન 3’ના મેકર્સ વચ્ચે એક મીટિંગ યોજવામાં આવી હતી. હવે મળતી માહિતી પ્રમાણે આ મીટિંગમાં ‘ડૉન 3’ના નિર્માતા રિતેશ સિધવાનીએ ઍક્ટર રણવીર સિંહને સીધો સવાલ પૂછ્યો હતો કે જો ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સફળ ન રહી હોત તો શું તે ‘ડૉન 3’ છોડવાનો નિર્ણય લેત? આ સમયે રણવીરે સ્પષ્ટ કહ્યું હતું કે જો ‘ધુરંધર’ ફ્લૉપ ગઈ હોત તો મેં ‘ડૉન 3’ ન છોડી હોત. જોકે આ દાવા અંગે રણવીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
