Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ ખાસ પેટ ખરાબ કરવા માટે બંગલાદેશ જઈનેગટર અને કચરાના ઢેર પાસે આવેલા ઢાબાનું ખાવાનું ખાધું

આ ભાઈએ ખાસ પેટ ખરાબ કરવા માટે બંગલાદેશ જઈનેગટર અને કચરાના ઢેર પાસે આવેલા ઢાબાનું ખાવાનું ખાધું

Published : 04 June, 2026 01:26 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવા મણનો સવાલ એ હતો કે આ ખાવાનું ખાધા પછી ક્રેગભાઈ માંદા પડ્યા કે નહીં? એનો જવાબ તેણે આપ્યો નહોતો.

ઑસ્ટ્રેલિયાના કન્ટેન્ટ ક્રીએટર ક્રેગ બ્રૂસ

અજબ ગજબ

ઑસ્ટ્રેલિયાના કન્ટેન્ટ ક્રીએટર ક્રેગ બ્રૂસ


ઑસ્ટ્રેલિયાના કન્ટેન્ટ ક્રીએટર ક્રેગ બ્રૂસે એક અનોખી ચૅલૅન્જ લીધી હતી. તેમણે સોશ્યલ મીડિયા પર સાંભળ્યું હતું કે બંગલાદેશમાં એક ઢાબા પાસે એટલી ગંદકી છે કે ત્યાં ખાઈને ભલભલા લોકો માંદા પડી જાય છે. આ ભાઈએ આ ઢાબાનું પારખું કરવાનું નક્કી કર્યું. એ માટે ખાસ તેઓ બંગલાદેશ ગયા અને ઢાબામાં પહોંચ્યા પછી શું થયું એનો વિડિયો બનાવ્યો હતો. ઢાબા પાસે કચરાના ઢેર લાગ્યા હતા. ગંદકી એટલી હતી કે પાસેની ગટર ઊભરાઈને બહાર રસ્તા સુધી આવી ગઈ હતી. નજીકમાં જ જાહેર શૌચાલય હોવાથી રેસ્ટોરાંમાં બેઠા પછી એની વાસ પણ માથું ફાટી જાય એટલી આવતી હતી. આ બધું જોઈને કોઈ પણ સમજદાર વ્યક્તિ ત્યાં ખાવાનું માંડી જ વાળે, પણ ક્રેગભાઈને તો સોશ્યલ મીડિયામાં ચૅલૅન્જ પૂરી કરવી હતી. તેણે આખા અનુભવને રોમાંચક યાત્રા અને ફૂડ-ચૅલૅન્જની જેમ લીધી હતી. તેણે આસપાસના લોકો સાથે અહીં મળતી વાનગીઓ અને એના સ્વાદ વિશે વાતો કરી અને પછી ત્યાંથી ભોજન ઑર્ડર કરીને ખાધું પણ ખરું. ઢાબા પાસે જે હદે ગંદકી હતી એ પછી પણ આ ચૅલૅન્જ પૂરી કરવા માટે કેટલાક લોકોએ આ ભાઈના કમિટમેન્ટની સરાહના કરી હતી જ્યારે અનેક લોકોએ આને ફેમસ થવાની ઘેલછા ગણીને પોતાના જ સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવાં જોઈએ એવી સલાહો આપી હતી. જોકે સવા મણનો સવાલ એ હતો કે આ ખાવાનું ખાધા પછી ક્રેગભાઈ માંદા પડ્યા કે નહીં? એનો જવાબ તેણે આપ્યો નહોતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 01:26 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK