Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રાયલ-રનના ૯ મહિના પછી પણ મેટ્રો 4 અને 4A માટે હજી નવેમ્બર સુધી રાહ જોવી પડશે

ટ્રાયલ-રનના ૯ મહિના પછી પણ મેટ્રો 4 અને 4A માટે હજી નવેમ્બર સુધી રાહ જોવી પડશે

Published : 04 June, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસાને કારણે કામ અટકશે તો છેક ૨૦૨૬ના અંત સુધી લંબાઈ શકે છે ડેડલાઇન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અનેક ડેડલાઇન ચૂકી ગયા પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) હવે નવેમ્બર મહિનામાં મેટ્રો 4 અને 4Aનો ગાયમુખથી કૅડબરી જંક્શન વચ્ચેનો રૂટ શરૂ કરે એવી શક્યતા છે.

વડાલા-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો 4 લાઇન પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્રાયલ-રનને લીલી ઝંડી આપ્યાના ૯ મહિના પછી પ્રોજેક્ટ દરેક સમયમર્યાદા ચૂકી ગયો છે અને સ્ટેશનોનું કામ પણ હજી પૂરું થયું નથી. સપ્ટેમ્બર ૨૦૨૫ની ટ્રાયલ-રન માટે ઉપયોગમાં લેવાયેલી બે રેક લગભગ ૪ મહિનાથી કાસારવડવલી સ્ટેશન નજીક ધૂળ ખાતી પડી છે. એલિવેટેડ કૉરિડોર પર ધૂળથી ઢંકાયેલી રેકનો વિડિયો પણ લોકોએ શૅર કર્યો છે.



મેટ્રો 4 રૂટ પર મેટ્રોનું કામ હાલમાં લગભગ ૯૦ ટકા જેટલું પૂરું થઈ ચૂક્યું છે. કાસારવડવલીથી ગાયમુખ સુધીના એક્સટેન્શન રૂટ મેટ્રો 4Aનું કામ હજી ચાલુ છે. જોકે હવે ચોમાસું શરૂ થઈ રહ્યું હોવાથી બાકી બચેલા કામની ગતિ ધીમી પડવાની અથવા અટકી જવાની પૂરેપૂરી સંભાવના છે. જો વરસાદને કારણે કામમાં વધુ અવરોધ આવશે તો આ પ્રોજેક્ટની અંતિમ ડેડલાઇન લંબાઈને છેક ૨૦૨૬ના અંત સુધી પહોંચી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK