Mumbai: વિગતો પ્રમાણે આ બસ પોતાનો રુટ પૂરો કરીને વડાલા ડેપોમાં રિટર્ન થઈ રહી હતી તે સમયે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી Ola કૅબ સાથે અથડાઈ હતી. 33 વર્ષીના બ્રહ્મ વિષ્ણુ પવાર નામનો ડ્રાઈવર બસ ડ્રાઈવ કરી રહ્યો હતો.
ટક્કર વાગતાં કૅબનો પાછળનો ભાગ ચગદાઈ ગયો હતો.
મુંબઈ (Mumbai)ના મલાડ ઈસ્ટ વિસ્તારમાં બેસ્ટ બસનો અકસ્માત થયો છે. આજે સવારે બેસ્ટ બસે એક પાર્ક કરાયેલી ola કૅબને ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અહેવાલો અનુસાર આ ઘટના મલાડ ઈસ્ટના પુષ્પાપાર્ક નજીક સવારે 6:50 વાગ્યે બની હતી. આ બેસ્ટની બસ વડાલા ડેપોની હતી અને તેનું સંચાલન માતેશ્વરી અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (એમયુટીએસપીએલ) દ્વારા કરવામાં આવતું હતું. વિગતો પ્રમાણે આ બસ પોતાનો રુટ પૂરો કરીને વડાલા ડેપોમાં રિટર્ન થઈ રહી હતી તે સમયે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી Ola કૅબ સાથે અથડાઈ હતી. 33 વર્ષીના બ્રહ્મ વિષ્ણુ પવાર નામનો ડ્રાઈવર બસ ડ્રાઈવ કરી રહ્યો હતો. ટક્કર થઈ ત્યારે કૅબનો ડ્રાઈવર વાહનની સફાઈ કરી રહ્યો હતો. કૅબનો ડ્રાઈવર રામચંદ્ર નિરાહુ પાલ કથિત રીતે રસ્તાની બાજુમાં પાર્ક કરેલ પોતાના વાહનની પાછળ હતો. બસની ટક્કર એટલી જોરદાર હતી કે કૅબ ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસકર્મીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ડ્રાઈવરને સારવાર માટે શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર દરમિયાન સવારે 8.15 વાગ્યે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતો.
દુર્ઘટનાસ્થળના (Mumbai) વાઇરલ ફોટોઝમાં જોઈ શકાય છે કે કૅબને પ્રચંડ નુકસાન થયું છે. કૅબના આગળના અને બાજુના પાર્ટનો કચ્ચરઘાણ નીકળી ગયેલો જોવા મળે છે. આના પરથી બંને વાહનોની થયેલી ટક્કરની ભયાવહતાનો અંદાજ લગાડી શકાય છે. આ ઘટનામાં બીજા પણ અમુક વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ADVERTISEMENT
આ એક્સિડન્ટને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ (Mumbai) સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. બેસ્ટ વહીવટીતંત્રે આ ઘટના અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. અધિકારીઓએ ઘટનાસ્થળથી બંને વાહનોને દૂર કર્યા છે અને હવે ટ્રાફિકની અવરજવર ધીમે ધીમે ફરી શરૂ થઈ રહી છે. જોકે, હાલમાં પોલીસતપાસ ચાલુ છે અને ઘટના અંગે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.
અંધેરીમાં બેસ્ટની ચાર બસો વચ્ચે અકસ્માત થયેલો- જેમાં કંડક્ટરે જીવ ગુમાવેલો
અગાઉની એક અલગ ઘટના (Mumbai) વિષે વાત કરીએ તો થોડા સમય પહેલા જ મુંબઈમાં અંધેરી પશ્ચિમમાં એસ. વી. રોડ પર ચાર બસો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના બસ કંડક્ટરનું મોત થયું હતું. આ ઘટના 14 મેના રોજ અંબોલી નાકા ખાતે રાજકુમાર શોપ પાસે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક મોટું વૃક્ષ રસ્તા પર પડી ગયું હતું જેના કારણે ટ્રાફિક જૅમ થયો હતો.
