આ ફ્લૅટ પાંચ વર્ષની અવધિ માટે ભાડે આપવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો રાખવામાં આવ્યો છે
રણબીર કપૂરની ફાઇલ તસવીર
રણબીર કપૂરે પાલી હિલ વિસ્તારના ‘વાસ્તુ’ બિલ્ડિંગમાં આવેલો પોતાનો જૂનો ફ્લૅટ પાંચ વર્ષ માટે દર મહિને ૧૧ લાખ રૂપિયાના ભાડે આપ્યો હોવાના રિપોર્ટ છે.
‘વાસ્તુ’ બિલ્ડિંગના સાતમા માળે આવેલા આ ફ્લૅટ માટેનું લીવ-ઍન્ડ-લાઇસન્સ ઍગ્રીમેન્ટ ૧૯ મેએ રજિસ્ટર કરવામાં આવ્યું હતું. અંદાજે ૨૪૬૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલો આ ફ્લૅટ રણબીરે ૨૦૧૬માં ૩૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઘરનું ઇન્ટીરિયર ગૌરી ખાને તૈયાર કર્યું હતું. આ ફ્લૅટ પાંચ વર્ષની અવધિ માટે ભાડે આપવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો રાખવામાં આવ્યો છે. દસ્તાવેજો અનુસાર આ ડીલમાં ૪૫ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ પણ સામેલ છે. હાલમાં રણબીર પોતાના પરિવાર સાથે કપૂર પરિવારના ક્રિષ્નારાજ બંગલોમાં રહે છે. આ મિલકત ૧૯૮૦માં રિશી કપૂર અને નીતુ કપૂરને વારસામાં મળી હતી અને ગયા વર્ષે જ એનું રિનોવેશન પૂર્ણ થયું છે.
