Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડાયરેક્ટ ટૅક્સમાં વધી સરકારની કમાણી

ડાયરેક્ટ ટૅક્સમાં વધી સરકારની કમાણી

Published : 12 August, 2026 07:05 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેટ કલેક્શન ૮.૧૧ લાખ કરોડ રૂપિયા, ગયા વર્ષ કરતાં ૨૩.૦૯ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં ડાયરેક્ટ ટૅક્સની વસૂલાતમાં વધારો જોવા મળ્યો છે. સરકારી આંકડા અનુસાર ૧૦ ઑગસ્ટ સુધીમાં ચોખ્ખી ડાયરેક્ટ ટૅક્સની વસૂલાત વાર્ષિક ધોરણે ૨૩.૦૯ ટકા વધીને ૮.૧૧ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમ્યાન ૬.૫૯ લાખ કરોડ રૂપિયા હતી.
ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સની વસૂલાત પણ ૧૯.૭૫ ટકા વધીને ૯.૫૫ લાખ કરોડ રૂપિયા થઈ હતી. આ સમયગાળા દરમ્યાન સરકારે ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનું કર-રીફન્ડ જાહેર કર્યું જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૩.૭૯ ટકા વધુ છે.
સરકારી ડેટા મુજબ નેટ કૉર્પોરેટ ટૅક્સની વસૂલાત વધીને ૨.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે ૧૦ ઑગસ્ટ સુધીમાં આ રકમ ૨.૨૬ લાખ કરોડ રૂપિયા હતી. ચોખ્ખી નૉન-કૉર્પોરેટ ટૅક્સની વસૂલાત પણ વધીને ૫.૦૭ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ પહેલાં ૪.૧૧ લાખ કરોડ રૂપિયા હતી.

STTની વસૂલાતમાં નોંધપાત્ર ઉછાળો
શૅરબજારના વ્યવહારો પર લાદવામાં આવતા સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT)માંથી સરકારને ૧૦ ઑગસ્ટ સુધીમાં ૩૩,૮૨૩.૭૪ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો આશરે ૫૧ ટકાનો વધારો દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 07:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK