તે ફૅન્સ સાથે ફ્રેન્ડ્લી થવાનું ટાળે છે, પણ લંડનની ગલીઓમાં તેમને હોંશે-હોંશે મળ્યો
લંડનમાં પરિવાર સાથે રજા ગાળવા પહોંચેલો રણબીર બહુ સારા મૂડમાં હોય એવું લાગે છે
આઠમી જુલાઈએ નીતુ કપૂરની ૬૭મી વર્ષગાંઠ હતી અને એ દિવસની ઉજવણી કરવા તે દીકરા રણબીર, પૂત્રવધુ આલિયા ભટ્ટ અને પૌત્રી રાહા સાથે લંડન પહોંચી છે. લંડનમાં પરિવાર સાથે રજા ગાળવા પહોંચેલો રણબીર બહુ સારા મૂડમાં હોય એવું લાગે છે, કારણ કે હાલમાં લંડનની શેરીઓમાં રણબીર ફૅન્સ સાથે વાતચીત કરતો હોય એવી અનેક તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે. રણબીર સામાન્ય રીતે ફૅન્સ સાથે ફ્રેન્ડ્લી થવાનું ટાળતો હોય છે, પણ ફોટો જોઈને લાગે છે કે તે લંડનમાં એકદમ રિલૅક્સ્ડ મૂડમાં છે.
નીતુને દીકરી રિદ્ધિમા અને કરીના તરફથી સ્પેશ્યલ શુભેચ્છા
ADVERTISEMENT

આઠમી જુલાઈએ નીતુ કપૂરની ૬૭મી વર્ષગાંઠ હતી અને એ દિવસે તેને દીકરી રિદ્ધિમા અને કરીના કપૂરે સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી. દીકરી રિદ્ધિમાએ નીતુની તેની સાથેની એક જૂની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘સૌથી અદ્ભુત સ્ત્રી માટે! તને મમ્મી કહીને હું દરરોજ ધન્ય અનુભવું છું! તું આજે અને હંમેશાં ખુશીને પાત્ર છો. હું તને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરું છું. હૅપી બર્થ-ડે મૉમ.’

કરીનાએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો છે જેમાં કરીના અને નીતુ બન્ને સાથે ભોજનનો આનંદ માણતાં જોવા મળે છે. આ પોસ્ટમાં કરીનાએ લખ્યું હતું, ‘હૅપી બર્થ-ડે નીતુઆન્ટી, સિંધી કરી ફૉરએવર ઓકે, લૉટ્સ ઑફ લવ.’


