Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરના બિયર્ડ કિલર લૂક સાથે `એનિમલ`નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જુઓ ટીઝર

રણબીર કપૂરના બિયર્ડ કિલર લૂક સાથે `એનિમલ`નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જુઓ ટીઝર

01 January, 2023 04:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવા વર્ષના અવસર પર તેની આગામી ફિલ્મ એનિમલનું પોસ્ટર (Animal Film Poster)રિલીઝ કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

તસવીર સૌજન્ય: અનિલ કપૂર ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: અનિલ કપૂર ઈન્સ્ટાગ્રામ


વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. સેલેબ્સે પણ તેમના ફોટા સાથે ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાનું શરૂ કર્યું છે. તે જ સમયે રણબીર કપૂર (Ranbir Kapoor)અને રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)એ પણ તેમના ચાહકોને એક મોટી ભેટ આપી છે. નવા વર્ષના અવસર પર તેની આગામી ફિલ્મ એનિમલનું પોસ્ટર (Animal Film Poster)રિલીઝ કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં પત્ની આલિયા ભટ્ટ પણ રણબીર કપૂરના લુકના વખાણ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં આ પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે.

રણબીરનો કિલર લુક સામે આવ્યો



બહુપ્રતિક્ષિત ફિલ્મમાં રણબીર કપૂરનો પહેલો લૂક સામે આવ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાએ 31મીએ રાત્રે ચાહકો સાથે ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. આ સાથે જ તેણે નવા વર્ષના અવસર પર ફેન્સને ફરી એક ભેટ આપી છે. રવિવારે `એનિમલ`ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણબીર કપૂરની `એનિમલ`નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. ક્રાઈમ ડ્રામામાં રણબીર કપૂરનો દાઢીવાળો લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં, અભિનેતા અનિલ કપૂરે આ ફિલ્મના વખાણ કર્યા છે. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મની પોસ્ટ શેર કરતી વખતે, આલિયા ભટ્ટે આગનો ઇમોજી શેર કર્યો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anilskapoor (@anilskapoor)


આ પણ વાંચો: અરે..આ શું? રણબીરની આવી હાલત કેમ? જાણો

અભિનેતાના બિયર્ડ કિલર લૂક ઉપરાંત રણબીર કપૂરની ફિલ્મના પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે `એનિમલ` સિવાય રણબીર વર્ષ 2023માં લવ રંજનની રોમ-કોમ `તુ જૂઠ્ઠી મેં મક્કાર`માં પણ જોવા મળશે, જે 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થવાની છે. તે જ સમયે આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળી રહી છે, જેનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2023 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK