હું પ્રિયદર્શનની ‘હંગામા’થી પૉપ્યુલર બન્યો અને ડેવિડ ધવનની ‘મુઝસે શાદી કરોગી’ દ્વારા એક ઍક્ટર તરીકે સન્માન મળવા લાગ્યું.’
રાજપાલ યાદવ
રાજપાલ યાદવનું કહેવું છે કે માત્ર રામ ગોપાલ વર્મામાં જ સાહસ છે કે તેઓ તેને લીડ રોલ ઑફર કરી શકે છે. તેણે રામ ગોપાલ વર્મા સાથે લગભગ ૧૭ ફિલ્મોમાં કામ કર્યું છે. મોટા ભાગે તે કૉમેડી રોલ્સ માટે જાણીતો છે. તેણે ‘ચુપ ચુપ કે’, ‘હંગામા’, ‘માલામાલ વીકલી’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પૂછવામાં આવ્યુ હતું કે તેણે કેટલાક લીડ રોલ્સ પણ કર્યા છે? એનો જવાબ આપતાં રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘માત્ર રામ ગોપાલ વર્મામાં જ હિમ્મત છે કે તેમણે મને ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’માં લીડ રોલ આપ્યો હતો. મને અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સલમાન ખાન, અજય દેવગન, શાહરુખ ખાન, હૃતિક રોશન સાથે અવૉર્ડમાં નૉમિનેશન મળ્યું હતું. એ જ વર્ષે મને ‘હંગામા’ માટે બેસ્ટ કૉમેડી ઍક્ટરની કૅટેગરી માટે નૉમિનેટ કરવામાં આવ્યો હતો. જો મેં માત્ર કૉમેડી ઍક્ટર બનવાનું જ સપનું જોયું હોત તો આ બધું ન થાત. હું પ્રિયદર્શનની ‘હંગામા’થી પૉપ્યુલર બન્યો અને ડેવિડ ધવનની ‘મુઝસે શાદી કરોગી’ દ્વારા એક ઍક્ટર તરીકે સન્માન મળવા લાગ્યું.’