રિપોર્ટ પ્રમાણે ફિલ્મના OTT રાઇટ્સ નેટફ્લિક્સે ૧૦૫ કરોડ રૂપિયા + GSTમાં ખરીદ્યા છે
રામ ચરણની `પેડ્ડી`
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાની આગામી ફિલ્મ ‘પેડ્ડી’નું ટીઝર એપ્રિલ મહિનામાં લૉન્ચ થયું ત્યારે લોકોને બહુ પસંદ પડ્યું હતું. આ ફિલ્મમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર છે. આ ફિલ્મ ૨૦૨૬ની ૨૭ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ એણે રિલીઝ પહેલાં જ ભારે કમાણી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ‘પેડ્ડી’ની OTT રિલીઝને લઈને એક મોટી ડીલ થઈ છે.
રિપોર્ટ પ્રમાણે ‘પેડ્ડી’ના OTT રાઇટ્સ નેટફ્લિક્સે ૧૦૫ કરોડ રૂપિયા + GSTમાં ખરીદ્યા છે. આ રામ ચરણની સોલો હીરો ફિલ્મ છે, જેણે ડિજિટલ રાઇટ્સથી અત્યાર સુધીની સૌથી વધુ રિકવરી કરી છે. આ ઉપરાંત સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને અન્ય બીજા રાઇટ્સમાંથી ૭૫ કરોડ રૂપિયા મળવાની પણ સંભાવના છે. ‘પેડ્ડી’નું બજેટ ૨૦૦થી ૩૦૦ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું જણાવવામાં આવે છે. આ દૃષ્ટિએ આ ફિલ્મે રિલીઝ પહેલાં જ પોતાના બજેટની અડધી કિંમત વસૂલ કરી લીધી છે.

