Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ બોલાની તમામ કમાણી સેવા કાર્યોમાં આપવાનો નિર્માતાનો મોટો સંકલ્પ

રામ બોલાની તમામ કમાણી સેવા કાર્યોમાં આપવાનો નિર્માતાનો મોટો સંકલ્પ

Published : 22 September, 2026 01:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હનુમાન અંશ’ બાદ ડૉ. વિશાલ ચતુર્વેદી ‘રામ બોલા’ ફિલ્મ બનાવી રહ્યા છે, જે ગોસ્વામી તુલસીદાસના જીવન પર આધારિત છે. ફિલ્મના નિર્માતા મહાવીર જૈન અને અમિત ઉપાધ્યાયે પોતાની 100 ટકા કમાણી અને બચત સેવા કાર્યોમાં આપવાનો સંકલ્પ લીધો છે.

રામ બોલા ફિલ્મ

રામ બોલા ફિલ્મ


નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મની સફળતા પછી ડિરેક્ટર ડૉ. વિશાલ ચતુર્વેદીએ મહાન કવિ અને સંત ગોસ્વામી તુલસીદાસના જીવન પર આધારિત ‘રામ બોલા’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. હવે ડૉ. વિશાલ ચતુર્વેદીએ જાહેરાત કરી છે કે ‘રામ બોલા’ની ૧૦૦ ટકા કમાણી ‘સેવા સંકલ્પ અભિયાન’માં દાન કરવામાં આવશે. 
આ ફિલ્મના નિર્માતા મહાવીર જૈન અને અમિત ઉપાધ્યાયે ‘રામ બોલા’માંથી થતી પોતાની અંગત કમાણી અને બચતનો ૧૦૦ ટકા હિસ્સો સેવાકાર્યોમાં લગાવવાનો સંકલ્પ લીધો છે. આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘સેવા સંકલ્પ અભિયાન’ માટેની અપીલને પગલે લેવામાં આવ્યો છે. આ પહેલ સાથે અગાઉ રણવીર સિંહ સહિત બૉલીવુડની અનેક હસ્તીઓ જોડાઈ ચૂકી છે. આ પહેલ હેઠળ રણવીરે ૧૦૦૦ દીકરીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો સંકલ્પ લીધો છે જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ૨૦ શાળાઓનું પુનર્નિર્માણ કરાવવાની જાહેરાત કરી ચૂક્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK