Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનના રેલવે-સ્ટેશન પર નોકરીએ રખાયેલી બે બકરીઓને રિટાયર કરી દેવામાં આવી

જપાનના રેલવે-સ્ટેશન પર નોકરીએ રખાયેલી બે બકરીઓને રિટાયર કરી દેવામાં આવી

Published : 21 November, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમાચાર પછી કૉર્પોરેટ વર્લ્ડમાં અનેક મીમ્સ ફરી રહ્યા છે કે સમય કરતાં વહેલો ટાર્ગેટ પૂરો કરવાથી પ્રમોશન નહીં, રિટાયરમેન્ટ પણ મળી શકે છે.

જપાનના રેલવે-સ્ટેશન પર નોકરીએ રખાયેલી બે બકરીઓને રિટાયર

અજબ ગજબ

જપાનના રેલવે-સ્ટેશન પર નોકરીએ રખાયેલી બે બકરીઓને રિટાયર


જપાનના સેન્ટ્રલ ટોક્યોના યોત્સુયા નામના રેલવે-સ્ટેશન પર ઊગી રહેલાં નીંદણને સાફ કરવા માટે માણસોને બદલે બે બકરીઓને નોકરીએ રાખવામાં આવી હતી. આ બકરીઓ ૩ મહિનાની ટ્રાયલ પર હતી, પરંતુ આ બકરીઓએ એટલું સારું કામ કર્યું કે તેમણે નીંદણ માત્ર ૬ વીકમાં ઝાપટી લીધું. આ બકરીઓને કારણે યોત્સુયા સ્ટેશન પણ ખૂબ ફેમસ થયું હતું. અહીં પ્રવાસીઓ ખાસ બકરીઓને જોવા ઊતરતા હતા. એમની સાથે બાળકો રમતાં હતાં અને વિડિયો-ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર શૅર કરતાં હતાં. જોકે આ બકરીઓએ મોટાભાગનું લીલું ઘાસ અને નીંદણ સફાચટ કરી નાખ્યું હોવાથી તેમના માટે કંઈ કામ બચ્યું જ નથી. કામ વિના નોકરીએ રાખવાનું પોસાય એમ ન હોવાથી રેલવે-પ્રશાસને બકરીની જોડીને વહેલી રિટાયર કરી દીધી હતી. હવે તેમને ફરીથી ૨૦૨૭માં નવું લીલું ઘાસ આવશે ત્યારે હાયર કરવામાં આવશે. આ સમાચાર પછી કૉર્પોરેટ વર્લ્ડમાં અનેક મીમ્સ ફરી રહ્યા છે કે સમય કરતાં વહેલો ટાર્ગેટ પૂરો કરવાથી પ્રમોશન નહીં, રિટાયરમેન્ટ પણ મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK