આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં જોવા મળશે. જોકે મળતી માહિતી પ્રમાણે પહેલાં આ પ્રિયંકા ચોપડાને ઑફર કરવામાં આવ્યો હતો.
પ્રિયંકા ચોપડા
હાલમાં નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ બહુ ચર્ચામાં છે. અંદાજે ૮૦૦ કરોડના બજેટમાં બનનારી આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂરથી લઈને સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે અને રકુલ પ્રીત સિંહ સહિત ઘણા સ્ટાર્સ મહત્ત્વનો રોલ ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં જોવા મળશે. જોકે મળતી માહિતી પ્રમાણે પહેલાં આ પ્રિયંકા ચોપડાને ઑફર કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘મેકર્સ ફિલ્મ ‘રામાયણ’માં શૂર્પણખાના પાત્ર માટે પ્રિયંકા ચોપડાને લેવા માગતા હતા, પરંતુ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં શૂર્પણખાનો રોલ બહુ મહત્ત્વનો છે, કારણ કે એને કારણે જ રામાયણ સર્જાઈ હતી. આ રોલની ઑફર પ્રિયંકાને કરવામાં આવી હતી, પણ તેના ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટને કારણે તેનું શેડ્યુલ વ્યસ્ત હતું એને કારણે જ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. આખરે રકુલ પ્રીત સિંહને આ રોલ માટે સાઇન કરવામાં આવી. તે આ રોલમાં એકદમ ફિટ થઈ ગઈ હતી અને આ પાત્રમાં ઇન્ટેન્સિટી અને ફ્રેશનેસ લાવી છે.’

