આમિરજી, હું કુંવારી છું. મારા વિશે તમારો શું વિચાર છે. હું તો દુખી છું કે કોઈના ડિવૉર્સ થઈ રહ્યા છે. મારું ઘર તો વસતું નથી અને લોકોના ડિવૉર્સ થઈ રહ્યા છે.’
રાખી સાવંતે પોતાના વિશે વિચારવા કહ્યું છે આમિર ખાનને
આમિર ખાન અને કિરણ રાવના ડિવૉર્સના સમાચાર મળતાં જ રાખી સાવંતે જણાવ્યું છે કે તેના વિશે પણ વિચારવામાં આવે. રાખી સાવંત દરેક મુદ્દા પર બિન્દાસ પોતાનાં મંતવ્યો માંડે છે. એ જ કડીમાં તેને પૂછવામાં આવ્યું કે આમિર ખાન અને કિરણ રાવના ૧૫ વર્ષના સંબંધનો અંત આવી રહ્યો છે તો એના વિશે વિચાર માગવામાં આવ્યા હતા. એ સંદર્ભે રાખીએ કહ્યું હતું કે ‘આમિરજી, હું કુંવારી છું. મારા વિશે તમારો શું વિચાર છે. હું તો દુખી છું કે કોઈના ડિવૉર્સ થઈ રહ્યા છે. મારું ઘર તો વસતું નથી અને લોકોના ડિવૉર્સ થઈ રહ્યા છે.’

