Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Rakhi Sawant ફરી બની દુલ્હન, હવે આ છે દુલ્હો, કર્યો લગ્ન અંગેનો આટલો મોટો ખુલાસો

Rakhi Sawant ફરી બની દુલ્હન, હવે આ છે દુલ્હો, કર્યો લગ્ન અંગેનો આટલો મોટો ખુલાસો

11 January, 2023 09:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતે ફાઈનલી લગ્ન કરી લીધા છે અને રાખીએ પોતાના બૉયફ્રેન્ડ આદિલ દુરાની સાથે કૉર્ટ મેરેજ કર્યા છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં રાખી સાવંતને કૉર્ટ મેરેજનું સર્ટિફિકેટ અને વરમાળા પહેરેલી જોઈ શકાય છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીનના નામે જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) હંમેશાં ચર્ચાઓનું કેન્દ્ર બનતી હોય છે. જ્યારથી રાખીએ પોતાના બૉયફ્રેન્ડ આદિલ (Adil) વિશે બધાને જણાવ્યું છે ત્યારથી તે આદિલ સાથે જ જોવા મળે છે. આમની જોડી પણ સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી રહે છે. આ દરમિયાન હવે સમાચાર છે કે રાખી સાવંતે (Rakhi Sawant Got Married) ફરી એકવાર લગ્ન કરી લીધા છે અને આ વખતે તેણે પોતાના બૉયફ્રેન્ડ આદિલ દુરાનીને પોતાનો જીવનસાથી બનાવ્યો છે. બન્નેની કેટલીક લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે, જેમાં રાખી મેરેજ સર્ટિફિકેટ પર સાઈન કરતી અને ગળામાં વરમાળા પહેરેલી જોવા મળે છે. રાખીનાં લગ્નની તસવીરો જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે અને તે જાણવા માગે છે.

રાખી અને તેના પતિ આદિલના સંબંધો હંમેશાં લાઈમલાઈટમાં રહ્યા છે. બન્નેએ એક-બીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, પણ તાજેતરમાં જ રાખી બિગ બૉસ મરાઠી શૉમાંથી બહાર આવી છે કારણકે તેની મમ્મીની તબિયત સારી નથી. રાખી સાવંતની મમ્મી હૉસ્પિટલમાં દાખલ છે. આને લઈને રાખી સાવંતને તાજેતરમાં રડતાં રડતાં પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો, જેમાં તેણે પોતાની મમ્મી વિશે જણાવ્યું હતું. તો હવે પ્રશ્ન એ છે કે શું રાખીએ પોતાની મમ્મીની ખુશી માટે આ લગ્ન કર્યા છે?



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)


આ પણ વાંચો : મુંબઈ પોલીસે અભિનેત્રી રાખી સાવંત અને તેની વકીલ વિરુદ્ધ નોંધ્યો કેસ, જાણો...


સોશિયલ મીડિયા પર આદિલ અને રાખીનાં લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં રાખીએ સફેદ પિંક કલરનો શરારા ડ્રેસ પહેર્યો છે અને બીજી તરફ તેના બૉયફ્રેન્ડ આદિલ પોતાના સિમ્પલ લૂકમાં જોવા મળે છે. તેણે બ્લેક શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું છે. આ તસવીરમાં બન્નેએ પોતાનું કૉર્ટ મેરેજ સર્ટિફિકેટ પકડ્યું છે. તો બીજી તસવીરમાં રાખી અને આદિલ પોતાના લગ્નના પેપર્સ પર સાઈન કરી રહ્યા છે. આ તસવીરો સામે આવતા જ રાખીના ચાહકો ચોંકી ઉઠ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 09:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK