Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજપાલ યાદવે સામાન્ય ભક્તોની લાઇનમાં ઊભા રહીને કર્યાં લાલબાગચા રાજાનાં દર્શન

રાજપાલ યાદવે સામાન્ય ભક્તોની લાઇનમાં ઊભા રહીને કર્યાં લાલબાગચા રાજાનાં દર્શન

Published : 24 September, 2026 05:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિનેતા રાજપાલ યાદવ લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યો અને સેલિબ્રિટીઓ માટેની અલગ વ્યવસ્થાને બદલે સામાન્ય ભક્તોની સાથે લાઇનમાં ઊભો રહ્યો. તેનો વિડિયો સામે આવ્યો છે, જેમાં તે ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષમાં જોડાયો હતો.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ


અભિનેતા રાજપાલ યાદવ ગઈ કાલે લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યો હતો. જોકે આ મુલાકાતમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ હતી કે તેણે દર્શન માટે સેલિબ્રિટીઓની માટેની વ્યવસ્થાનો લાભ લેવાને બદલે સામાન્ય ભક્તોની સાથે લાઇનમાં ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. રાજપાલ યાદવની મુલાકાતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં તે અન્ય ભક્તોની સાથે ધીરજપૂર્વક લાઇનમાં ઊભા રહીને ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયઘોષમાં જોડાતો જોવા મળે છે. આ દરમ્યાન તે આસપાસના લોકોને હાથ હલાવીને અભિવાદન કરતો અને ભક્તોનું સ્મિત સાથે સ્વાગત કરતો પણ જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 05:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK