કરીઅરની શરૂઆતના દિવસો વિશે પૂછવામાં આવતાં રાજકુમાર રાવે કહ્યું...
રાજકુમાર રાવ
રાજકુમાર રાવનું કહેવું છે કે કરીઅરની શરૂઆતના દિવસોમાં લીડ રોલ માટે તેનું કોઈ દિવસ ઑડિશન લેવામાં નહોતું આવતું. તેણે ‘શ્રીકાંત’માં શારીરિક રીતે અક્ષમ વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે દસમી મેએ રિલીઝ થઈ રહી છે. તેણે નાનાં-નાનાં પાત્રો ભજવીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે તે હવે લીડ પાત્રો ભજવી રહ્યો છે, પરંતુ શરૂઆતના દિવસો વિશે પૂછતાં રાજકુમાર રાવ કહે છે, ‘શરૂઆતમાં તો લીડ રોલ માટે મારું કોઈ ઑડિશન જ નહોતું લેતું. એ સમયે લોકોનો માઇન્ડસેટ એવો હતો કે હીરો ચોક્કસ પ્રકારે દેખાવો જોઈએ અને સિક્સ-પૅક ઍબ્સ હોવી જોઈએ. એ સમયે મને રિજેક્શન જ મળતું હતું. જોકે રિજેક્શન પણ પ્રોસેસનો જ એક ભાગ છે.’