બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના કર્મચારીઓએ પણ તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સુપરસ્ટાર રજનીકાન્ત અત્યારે આધ્યાત્મિક યાત્રા પર છે. તાજેતરમાં તેમની હૃષીકેશની મુલાકાતની તસવીરો જાહેર થઈ હતી અને પછી તેઓ ચમોલી બદરીનાથ ધામમાં ભગવાન બદરી વિશાલનાં દર્શન કરવા પહોંચ્યા હતા. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના કર્મચારીઓએ પણ તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતની તસવીરો પ્રકાશમાં આવી છે. રજનીકાન્ત દર વર્ષે અહીં દર્શન માટે આવે છે અને આ વર્ષે પણ તેમણે આશીર્વાદ લીધા હતા.


