થિયેટર ડિરેક્ટર અને પ્લે રાઇટર અરવિંદ ગૌહરે ફેસબુક પોસ્ટ કરીને એની માહિતી આપી હતી. તે કોરોના પૉઝિટિવ હતો. નિધનના એક દિવસ પહેલાં ફેસબુક પર તેણે પોસ્ટ કરી હતી.
રાહુલ વોહરા
ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફેમસ ઍક્ટર રાહુલ વોહરાનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેણે અનેક વખત સોશ્યલ મીડિયામાં મદદ માટે અપીલ કરી હતી. તે થિયેટર આર્ટિસ્ટની સાથે જ વેબ-સિરીઝ ‘અનફ્રીડમ’માં પણ જોવા મળ્યો હતો. થિયેટર ડિરેક્ટર અને પ્લે રાઇટર અરવિંદ ગૌહરે ફેસબુક પોસ્ટ કરીને એની માહિતી આપી હતી. તે કોરોના પૉઝિટિવ હતો. નિધનના એક દિવસ પહેલાં ફેસબુક પર તેણે પોસ્ટ કરી હતી. તેણે પોતાની બધી માહિતી પણ લખી હતી. એ પોસ્ટમાં રાહુલે લખ્યું હતું કે ‘મુઝે ભી અચ્છા ટ્રીટમેન્ટ મિલ જાતા તો મૈં ભી બચ જાતા. નામ – રાહુલ વોહરા
ઉંમર - ૩૫
હૉસ્પિટલનું નામ – રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલ, તાહિરપુર, દીલ્હી
બેડ-નંબર – ૬૫૫૪
ફ્લોર – બી વિન્ગ, છઠ્ઠો માળ
નરેન્દ્ર મોદી, મનીષ સિસોદિયા
જલ્દ જન્મ લૂંગા ઔર અચ્છા કામ કરુંગા. અબ હિમ્મત હાર ચુકા હૂં.’