દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા (RagNeeti) અને ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા છે
ફાઇલ તસવીર
પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) આખરે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયાં છે. આ દિવસે દંપતીએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા (RagNeeti) અને ઉદયપુરની હૉટેલ લીલા અને તાજ પેલેસ આ ભવ્ય લગ્નના સાક્ષી બન્યા છે. આ બિગ ફેટ પંજાબી લગ્નમાં ભાગ લેવા માટે રાજકારણથી લઈને મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ આવી હતી. રાઘવ-પરીના લગ્નના રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિસેપ્શન લગભગ 8:30 શરૂ થયું હોવાની માહિતી છે.
રિસેપ્શનમાં પરી-રાઘવે ખાસ ડાન્સ કર્યો
ADVERTISEMENT
રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (RagNeeti) 25 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે. સાત ફેરા બાદ 24મી સપ્ટેમ્બરે તેમનું ભવ્ય સ્વાગત શરૂ થયું હતુ. બંનેએ ખાસ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. નવવિવાહિત કપલ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના વેડિંગ રિસેપ્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે લગભગ 8.30 વાગ્યે શરૂ થશે, જેમાં અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લેશે.
પરીની વિદાય માટે પહોંચી કાર
વર-કન્યાને લેવા માટે કાર સંપૂર્ણપણે શણગારેલા લીલા પેલેસમાં પહોંચી ગઈ છે. ફોટો સેશન પછી પરી વિદાય લેશે અને તે રાઘવ સાથે રવાના થશે.
પરી-રાઘવના સાત ફેરા પૂરા થયા
સાંજે લગભગ ૬.૩૦ આસપાસ પરી અને રાઘવના ફેરા પુરા થઈ ગયા હતા. ફોટો સેશન ચાલી રહ્યું છે. પરિવાર અને સંબંધીઓ વર-કન્યા સાથે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ મેળવી રહ્યા છે. ફેન્સ નવવિવાહિત કપલની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. તેમના લગ્ન લીલા પેલેસમાં થઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં જ પરી અને રાઘવના લગ્નની તસવીરો સામે આવી રહી છે. ફોટા જોઈને ચાહકોમાં પણ ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
વરમાળા દરમિયાન ગાયકોએ ગાયું આ ગીત
`રાઘવ કી હુઈ પરિણીતી` આ ગીત યુગલની વરમાળા પર વગાડવામાં આવ્યું છે. આ ગીત ઉદયપુરના લીલા પેલેસમાં ગુંજી ઉઠ્યું છે. આ ગીત જયમાલા સમારોહ દરમિયાન વગાડવામાં આવ્યું હતું. હવે બધા જ પરી અને રાઘવની એક ઝલકની રાહ જોઈ રહ્યાં છે.

