શાહરુખ ખાનના દીકરાના ખાસ મિત્ર રાઘવ જુયાલે આ વાતનો ખુલાસો કર્યો
આર્યન ખાન અને રાઘવ જુયલ
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અને રાઘવ જુયાલ ખૂબ સારા મિત્રો છે. તાજેતરમાં રાઘવ જુયાલની જન્મદિવસની પાર્ટીમાં આર્યને પણ હાજરી હતી. હકીકતમાં રાઘવ જુયાલે આ પહેલાં આર્યનની ડિરેક્ટર તરીકેની પહેલી સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં પણ કામ કર્યું છે એટલે તે આર્યનને બહુ નજીકથી ઓળખે છે.
આર્યન વિશે એવી ઇમેજ છે કે તે જાહેરમાં ભાગ્યે જ હસતો જોવા મળે છે. આર્યનના આ સ્વભાવ વિશે વાત કરતાં રાઘવે કહ્યું હતું કે ‘આર્યનને કોઈ દેખાડો કરવામાં રસ નથી. આ કારણે તે ફેક વર્તન નથી કરતો. તે જેવો છે એવો જ તેને રહેવા દેવો જોઈએ. તે ખૂબ જ ક્રીએટિવ, સરળ અને દયાળુ વ્યક્તિ છે. જો તે કૅમેરા સામે સ્માઇલ કરવા ન માગતો હોય તો એ તેની પોતાની પસંદગી છે. ઘરે તે ખૂબ હસે છે, મજાક-મસ્તી કરે છે અને ખૂબ જ અલગ સ્વભાવનો છે.’
