બે મહિના પહેલાં માતા બનેલી રાધિકા આપ્ટેની આ તસવીર સોશ્યલ મીડિયામાં વાઇરલ બની
રાધિકા આપ્ટે
ઍક્ટ્રેસ રાધિકા આપ્ટે ૨૦૨૪માં એક દીકરીની માતા બની છે અને હાલમાં તેણે બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્સની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં રાધિકા એક હાથે બ્રૅસ્ટ-પમ્પિંગ કરતી જોવા મળે છે અને તેના બીજા હાથમાં શૅમ્પેનનો ગ્લાસ છે. આ તસવીર બાથરૂમની અંદર ક્લિક કરવામાં આવી છે અને રાધિકા આ તસવીરના માધ્યમથી વર્ક-લાઇફ બૅલૅન્સ તરફ લોકોનું ધ્યાન ખેંચવા માગે છે. રાધિકાએ આ તસવીર સાથે જણાવ્યું છે કે તેની દીકરી અત્યારે માત્ર બે મહિનાની જ છે છતાં તેણે BAFTA અવૉર્ડ્સમાં ભાગ લીધો છે.
આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. આ પોસ્ટ જોઈને કેટલાક લોકોએ રાધિકાનાં વખાણ કર્યાં છે તો કેટલાક લોકોએ કમેન્ટ કરી છે કે બ્રૅસ્ટફીડિંગ વખતે શરાબ પીવાનું અયોગ્ય છે અને તેણે ડ્રિન્ક ન કરવું જોઈએ.


