Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત રાધા અંશ બનાવવાની જાહેરાત

હવે સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત રાધા અંશ બનાવવાની જાહેરાત

Published : 12 September, 2026 12:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હનુમાન અંશ’એ બૉક્સ-ઑફિસ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ૨૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાની છે. બાબા નીમ કરોલી મહારાજની કહાની અને હનુમાન પ્રત્યેની તેમની ભક્તિએ દર્શકો પર ઊંડી અસર કરી છે.

હવે સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત રાધા અંશ બનાવવાની જાહેરાત

હવે સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત રાધા અંશ બનાવવાની જાહેરાત


‘હનુમાન અંશ’એ બૉક્સ-ઑફિસ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ૨૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાની છે. બાબા નીમ કરોલી મહારાજની કહાની અને હનુમાન પ્રત્યેની તેમની ભક્તિએ દર્શકો પર ઊંડી અસર કરી છે. આ ફિલ્મની સફળતાને પગલે હવે વૈષ્ણવ કિન્નર અખાડાનાં જગદ્ગુરુ શંકરાચાર્ય હિમાંગી સખીએ સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત ‘રાધા અંશ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
હિમાંગી સખીએ આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી કે તેમણે ફિલ્મની પ્રોડક્શન ટીમ સાથે આ ફિલ્મ વિશે વાત કરી છે અને ટીમ ફિલ્મ બનાવવા માટે સહમત થઈ ગઈ છે. જોકે આ મામલે સંત પ્રેમાનંદ મહારાજ અને તેમના સહયોગીઓની જરૂરી મંજૂરી હજુ બાકી છે એટલે હિમાંગી સખી ટૂંક સમયમાં સંત પ્રેમાનંદ મહારાજને મળીને ફિલ્મ માટે પરવાનગી લેશે.
હજી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યાં જ એના કાસ્ટિંગને લઈને પણ રસપ્રદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હિમાંગી સખીએ સ્પષ્ટપણે કહ્યું કે માત્ર એવા કલાકારોને કાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેમની ભલામણ સંત પ્રેમાનંદ મહારાજના સહયોગીઓએ કરી હોય, તેમ જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાસેથી ફિલ્મમાં મદદ માટે સહયોગ માગવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK