પ્રિયંકાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે વાઇટ આઉટફિટ પહેર્યો છે. પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ન્યુ યૉર્કમાં પ્રેમ અનુભવી રહી છું. હૅપી પ્રાઇડ.’
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડા જોનસ પ્રાઇડ મન્થ સેલિબ્રેટ કરી રહી છે. અમેરિકામાં જૂનને પ્રાઇડ મન્થ તરીકે મનાવવામાં આવે છે. ૧૯૬૯ની ૨૮ જૂને ન્યુ યૉર્કમાં આવેલી એક ગે ક્લબ ‘સ્ટોનવેલ ઇન’ પર પોલીસે દરોડા પાડ્યા હતા. એને કારણે હિંસક ઘટનાઓ ઘટી હતી. ત્યાર બાદથી દર વર્ષે LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેશ્ચનિંગ) સમુદાયને ન્યાય અને અધિકાર આપવાની ચળવળ શરૂ થઈ ગઈ હતી. એથી એ ઘટનાની યાદમાં વિશ્વભરમાં જૂનને પ્રાઇડ મન્થ તરીકે ઊજવવામાં આવે છે. પ્રિયંકાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે વાઇટ આઉટફિટ પહેર્યો છે. પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ન્યુ યૉર્કમાં પ્રેમ અનુભવી રહી છું. હૅપી પ્રાઇડ.’