આ નેકલેસને બનાવતાં ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ બલ્ગરીના કારીગરોને લાગ્યા હતા ૧૬૦૦ કલાક
પ્રિયંકા ચોપડા , સિદ્ધાર્થ
પ્રિયંકા ચોપડા અત્યારે ચર્ચામાં છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થનાં લગ્ન તો થઈ ગયાં છે, પણ આમ છતાં લગ્નની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે. આ લગ્નના દરેક ફંક્શનમાં પ્રિયંકાનો લુક બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
પ્રિયંકાના તમામ લુકમાંથી લગ્ન સમયનો તેનો લુક સૌથી વધારે ચર્ચાસ્પદ બન્યો છે. પ્રિયંકાએ ભાઈનાં લગ્નના દિવસે લેહંગા પહેર્યો હતો અને એની સાથે તેણે ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ બલ્ગરીનો ચમકદાર પન્ના અને ડાયમન્ડનો નેકલેસ પહેર્યો હતો. આ નેકલેસ બહુ ખાસ છે અને એને બનાવવામાં બહુ મહેનત લાગી છે. આને કારણે જ પ્રિયંકાએ પહેરેલો નેકલેસ સ્પેશ્યલ હતો.
ADVERTISEMENT
પ્રિયંકાએ લગ્નમાં જે નેકલેસ પહેર્યો હતો એને એમરલ્ડ વીનસ નેકલેસ તરીકે ઓળખાય છે. એ બલ્ગરીના સ્પેશ્યલ કલેક્શનનો હિસ્સો છે. આ નેકલેસને બનાવતાં બલ્ગરીના કારીગરોને લગભગ ૧૬૦૦ કલાક લાગ્યા હતા. આ નેકલેસ ૨૦૨.૦૧ કૅરૅટનો છે જેમાં ૧૯.૩૦ કૅરૅટનું કોલમ્બિયાઈ પન્નાનું રત્ન લાગેલું છે. આના પર જે હીરાની ડિઝાઇન જડેલી છે એ લગભગ ૭૧.૨૪ કૅરૅટની છે. આ ડિઝાઇનમાં ૬૨ પન્ના મોતી છે જે લગભગ ૧૩૦.૭૭ કૅરૅટનાં છે.
ચર્ચા છે કે આ નેકલેસની કિંમત લગભગ ૭૦ કરોડ રૂપિયા છે. જોકે આ કિંમતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું.

