ફિલ્મના પડદે સ્ટાર્સને સુપરહીરોની જેમ દર્શાવવામાં આવે છે, પણ બૉલીવુડમાં એવી અનેક સેલિબ્રિટીઝ છે જેને ગંભીર બીમારી છે અને તેઓ આ બીમારીનો સામનો કરીને કામ કરી રહ્યા છે. આવી જ એક સેલિબ્રિટી છે પ્રિયંકા ચોપડા.
પ્રિયંકા ચોપડા (ફાઇલ તસવીર)
ફિલ્મના પડદે સ્ટાર્સને સુપરહીરોની જેમ દર્શાવવામાં આવે છે, પણ બૉલીવુડમાં એવી અનેક સેલિબ્રિટીઝ છે જેને ગંભીર બીમારી છે અને તેઓ આ બીમારીનો સામનો કરીને કામ કરી રહ્યા છે. આવી જ એક સેલિબ્રિટી છે પ્રિયંકા ચોપડા.
પ્રિયંકા જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેને અસ્થમા થયો હતો. પ્રિયંકાએ પોતે જ સોશ્યલ મીડિયામાં આ વાત જણાવી છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેને પાંચ વર્ષની ઉંમરથી અસ્થમા છે અને એમાં સંતાડવા જેવી કોઈ વાત નથી. પોતાની આ સમસ્યા વધારે વકરે નહીં એ માટે પ્રિયંકા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે અને નિયમિત એક્સરસાઇઝ કરે છે. અસ્થમાને કન્ટ્રોલમાં રાખવા માટે પ્રિયંકા માત્ર સ્વાસ્થ્યપ્રદ ભોજન જ કરે છે.