પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર આ ટ્રિપની કેટલીક ઝલક શૅર કરી હતી જેમાં તેનું અને માલતીનું બૉન્ડિંગ તેમ જ પરિવારની ખુશીઓ દર્શાવાઈ છે.
પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર આ ટ્રિપની કેટલીક ઝલક શૅર કરી હતી
પ્રિયંકા ચોપડા તેની દીકરી માલતી મારી તેમ જ સાસરિયાં સાથે ન્યુ યૉર્કની ટ્રિપનો આનંદ માણી રહી છે. પ્રિયંકાએ આ ટ્રિપની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં પ્રિયંકા અને માલતી મારીની મસ્તીભરી ક્ષણો દેખાય છે. નિકના ભાઈઓ સહિત જોનસ પરિવાર પણ આ ટ્રિપનો ભાગ હતો. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર આ ટ્રિપની કેટલીક ઝલક શૅર કરી હતી જેમાં તેનું અને માલતીનું બૉન્ડિંગ તેમ જ પરિવારની ખુશીઓ દર્શાવાઈ છે.
મેરે હાથ મેં તેરા હાથ હો
ADVERTISEMENT
હાલમાં આમિર અને ગૌરી દિલ્હી ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. તેમણે સતત એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને તેમના રોમૅન્ટિક અંદાજે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે ફોટોગ્રાફર્સને જોતાં જ આમિરે ગૌરીનો હાથ છોડીને નમસ્તે કર્યું હતું. તેની આ સ્ટાઇલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.

