૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન ફરજ બજાવનારા પોલીસના અધિકારીઓ અને કૉન્સ્ટેબલોનું કાર્યક્રમ દરમ્યાન સન્માન કરવામાં આવ્યું
ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરતા દેવેન્દ્ર ફડણવીસ
મંગળવારે ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘પ્રહાર : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઉજ્જ્વલ નિકમ’ના ટ્રેલર-લૉન્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકુમાર રાવ, વામિકા ગબ્બી, સિકંદર ખેર, ડિરેક્ટર અવિનાશ અરુણ અને જાણીતા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ટ્રેલર-લૉન્ચ દરમ્યાન રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી બ્લૅક લુકમાં જોવા મળ્યાં હતાં. ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન ફરજ બજાવનારા પોલીસ-અધિકારીઓ અને કૉન્સ્ટેબલોનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા ‘પ્રહાર’ની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની વાર્તાનો સંબંધ પણ ૨૬/૧૧ના હુમલા બાદ થયેલી કાનૂની કાર્યવાહી અને ઉજ્જ્વલ નિકમની ભૂમિકા સાથે છે. આ ટ્રેલર-લૉન્ચ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની પસંદગી પણ મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે ૨૦૦૮ના નવેમ્બરમાં થયેલા આતંકવાદી હુમલામાં આ રેલવે-સ્ટેશન પણ મુખ્ય ટાર્ગેટ હતું.
