ફિલ્મમાં તે વિલનના રોલમાં દેખાવાનો છે. હિમેશ રેશમિયાએ ‘આપ કા સુરુર’, ‘કર્ઝ’, ‘દમાદમ’, ‘Xpose’ અને ‘તેરા સુરુર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
પ્રભુ દેવા
હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ ‘બૅડઍસ રવિકુમાર’ માટે પ્રભુ દેવાએ દસ કરોડ રૂપિયા ફી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મમાં તે વિલનના રોલમાં દેખાવાનો છે. હિમેશ રેશમિયાએ ‘આપ કા સુરુર’, ‘કર્ઝ’, ‘દમાદમ’, ‘Xpose’ અને ‘તેરા સુરુર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે ૨૦૨૪માં દશેરા દરમ્યાન ૧૧ ઑક્ટોબરે તે વધુ ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘બૅડઍસ રવિકુમાર’ લઈને આવવાનો છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે માર્ચમાં શરૂ થવાનું છે. હિમેશ આ ફિલ્મમાં મોટા કલાકારને લેવા માગતો હતો એથી જ્યારે વિલનનું પાત્ર લખાતું હતું ત્યારથી જ તેના મનમાં પ્રભુ દેવાનો વિચાર આવ્યો હતો. આ રોલ તેને ઑફર કરવામાં આવતાં તે ઉત્સુક બની ગયો હતો અને ફિલ્મમાં કામ કરવા માગતો હતો.
જોકે તેણે ભારે રકમની ડિમાન્ડ કરી હતી. એવી શક્યતા છે કે તેણે દસ કરોડ રૂપિયાની માગણી કરી હતી અને હિમેશે તરત તેને હા પાડી દીધી હતી.


