Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મણિપુરી ફિલ્મ બૂંગને મળ્યો BAFTAમા અવૉર્ડ, નરેન્દ્ર મોદીને આપ્યાં અભિનંદન

મણિપુરી ફિલ્મ બૂંગને મળ્યો BAFTAમા અવૉર્ડ, નરેન્દ્ર મોદીને આપ્યાં અભિનંદન

Published : 24 February, 2026 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ બનેલી આ મૂવીને બેસ્ટ ચાઇલ્ડ ઍન્ડ ફૅમિલી ફિલ્મની કૅટેગરીમાં નવાજવામાં આવી

ફિલ્મ `બૂંગ`નો સીન

ફિલ્મ `બૂંગ`નો સીન


આ વર્ષનો બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્‌સ એક રીતે ભારત માટે વધુ ખાસ રહ્યો છે. આ પુરસ્કાર વિશ્વના પ્રતિષ્ઠિત ફિલ્મ અને ટેલિવિઝન સન્માનોમાં ગણાય છે. આ વર્ષે BAFTA અવૉર્ડ્‌સમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ બનેલી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ને ‘બેસ્ટ ચાઇલ્ડ ઍન્ડ ફૅમિલી ફિલ્મ’નો અવૉર્ડ મળ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મીપ્રિયા દેવીએ કર્યું છે. બાળકો અને પરિવારોને કેન્દ્રમાં રાખીને બનેલી આ ભાવનાત્મક ફિલ્મ માનવીય સંબંધો અને સંવેદનાઓને સ્પર્શે છે. ‘બૂંગ’ BAFTA અવૉર્ડ્‌સમાં નામાંકિત થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ હતી અને એણે આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી ફિલ્મોને પાછળ રાખીને આ સન્માન મેળવ્યું. આ જીતથી મણિપુરી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે અને મણિપુર જેવા રાજ્યની વાર્તાઓને આંતરરાષ્ટ્રીય પ્રશંસા મળી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આ સિદ્ધિ બદલ ‘બૂંગ’ની ટીમને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે આ સિદ્ધિ નિમિત્તે સોશ્યલ મીડિયા પર ખાસ સંદેશ શૅર કરીને ખુશી વ્યક્ત કરી છે. વડા પ્રધાને પોતાના સંદેશમાં લખ્યું કે ‘ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને હાર્દિક અભિનંદન. આ મણિપુર માટે અત્યંત ગૌરવની ક્ષણ છે અને દેશની વિશાળ સર્જનાત્મક પ્રતિભાને પણ ઉજાગર કરે છે. આવી સફળતાઓ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પ્રતિભાને વૈશ્વિક મંચ પર મજબૂત ઓળખ અપાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK