તેઓ આવનારી વેબ-સિરીઝ ‘મત્સ્ય કાંડ’માં રવિ દુબે સાથે જોવા મળશે
પીયૂષ મિશ્રા
પીયૂષ મિશ્રાને નવી પેઢીના કલાકારોનો જોશ આકર્ષિત કરે છે. તેઓ આવનારી વેબ-સિરીઝ ‘મત્સ્ય કાંડ’માં રવિ દુબે સાથે જોવા મળશે. તેમણે રણબીર કપૂર, અલી ઝફર, તાપસી પન્નુ સહિત અનેક યંગ કલાકારો સાથે કામ કર્યું છે. યુવાન કલાકારોની પ્રશંસા કરતાં પીયૂષ મિશ્રાએ કહ્યું કે ‘યુવાનોમાં જે પ્રકારનો જોશ દેખાઈ રહ્યો છે એ મને પ્રભાવિત કરે છે. મેં કેટલાક કલાકારો સાથે કામ કર્યું છે. રવિ સાથે અમારા નવા શોમાં કામ કર્યું છે. હું એટલું જરૂર કહીશ કે તેઓ પૂરી તૈયારી સાથે આવે છે અને હંમેશાં સજ્જ હોય છે. કામ પ્રત્યેનો તેમનો અભિગમ, તેમનું પ્રોફેશનલિઝમ આધુનિક છે. રણબીરનું નામ તો હું અહીં ખાસ લઈશ, હું તેની ખૂબ પ્રશંસા કરું છું. તે ખૂબ સારો ઍક્ટર છે. તે એક ઍક્ટર તરીકે તેજ અને સહજ જ્ઞાન ધરાવે છે, જે દરેક કલાકાર માટે સારા ગુણ છે. બધા ડિરેક્ટર્સમાં હું ઇમ્તિયાઝ અલીનું નામ પણ કહીશ જે ખરા અર્થમાં સ્ટોરીટેલર છે. મેં તેની સાથે માત્ર બે ફિલ્મો ‘રૉકસ્ટાર’ અને ‘તમાશા’માં જ કામ કર્યું હતું, પરંતુ હું એટલું જરૂર કહીશ કે ‘કામ કર કે બહુત મઝા આયા થા.’


