અગાઉ અલગ વિચારવાળી વ્યક્તિ સાથે પણ સારા સંબંધો રહેતા હતા
રત્ના પાઠક શાહ
રત્ના પાઠક શાહ પોતાના વિચારોને મુક્તપણે વ્યક્ત કરે છે. પહેલાંનો સમય સારો હતો અને એમાં વિચારધારા અલગ હોવાથી લોકો એકબીજા સાથે સંબંધો પણ નહોતા તોડતા. તેમનું કહેવું છે કે લોકોના વિચાર અને મંતવ્યો અલગ હોવા છતાં પણ સાથે મળીને કામ કરતા હતા. એ વિશે રત્ના પાઠક શાહ કહે છે, ‘અમારો ઉછેર એવા સમયમાં થયો હતો જ્યાં વિચાર અલગ હોવા છતાં પણ મિત્રતા ટકી રહેતી હતી. તમે તમારા સ્થાને યોગ્ય છો, હું મારા સ્થાને યોગ્ય છું એવી માન્યતા હતી. અનેક મુદ્દાઓ પર ચર્ચા થતી અને એમાંથી મતભેદો પણ થતા, પરંતુ વ્યક્તિગત સંબંધોમાં કદી પણ દરાર નથી આવી. જોકે વર્તમાનમાં આવું ખૂબ થાય છે. આ આપણા દેશની પરંપરા નથી અને આવું તો મેં અગાઉ કદી જોયું પણ નથી. મારો જે પરિવારમાં જન્મ થયો ત્યાં માતા-પિતા વચ્ચે સતત વિવાદ થતો, પરંતુ તેઓ હંમેશાં એકમેકની સાથે ખુશ રહેતાં હતાં. કોઈ બાબતને લઈને મતભેદ થવાને કારણે એ વ્યક્તિ સાથે અણગમો કરવો એ યોગ્ય નથી. આવું હાલના સમયમાં ખૂબ થઈ રહ્યું છે. આ આપણી સંસ્કૃતિ નથી.’


