Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાણ’ બૉક્સ ઑફિસ પર કરે છે ધમાલ, ૪ દિવસમાં ૪૦૦ કરોડની કમાણી

‘પઠાણ’ બૉક્સ ઑફિસ પર કરે છે ધમાલ, ૪ દિવસમાં ૪૦૦ કરોડની કમાણી

30 January, 2023 10:15 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉત્તર અમેરિકામાં સૌથી મોટું ઓપનિંગ કરનાર ભારતીય ફિલ્મ બની ‘પઠાણ’

‘પઠાણ’ની ફાઇલ તસવીર

‘પઠાણ’ની ફાઇલ તસવીર


શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સ્ટારર ફિલ્મ `પઠાણ` (Pathaan) બૉક્સ ઑફિસ કલેક્શન દ્વારા દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૪૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. રિલીઝના પાંચમા દિવસે આ ફિલ્મે બાહુબલી અને KGF જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોન રેકૉર્ડ તોડી નાખ્યા છે.

‘પઠાણ’ને ભારતમાં લગભગ ૫,૫૦૦ સ્ક્રીન્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૦ દેશોમાં ૨,૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિદેશની ૨,૫૦૦ સ્ક્રીનમાંથી ઉત્તર અમેરિકાના ૬૯૪ થિયેટરોમાં દેખાડવામાં આવી હતી. જેમાંથી ફિલ્મે શરૂઆતના દિવસોમાં $1.86 મિલિયનની કમાણી કરી છે જે ભારતીય રૂપિયા પ્રમાણે ૧૫ કરોડથી વધુ છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે સ્થાનિક રીતે ૨૬૫ કરોડ રુપિયા અને વિદેશમાંથી ૧૬૪ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.



આ પણ વાંચો -ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી


ફિલ્મે પહેલા જ દિવસે બૉક્સ ઑફિસ પર ૧૦૦ કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે ત્રીજા દિવસે ૩૦૦ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે અને ત્રણ દિવસમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચો - ‘પઠાન’નું નામ ‘ઇ​ન્ડિયન પઠાન’ રાખવું જોઈતું હતું : કંગના રનોટ


‘પઠાણ’ ફિલ્મે પ્રથમ ચાર દિવસની કમાણી સાથે ‘સુલતાન’, ‘વોર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘દંગલ’ અને અન્ય બોલિવૂડ બ્લૉકબસ્ટર્સને પાછળ છોડી દીધી છે. બૉક્સ ઑફિસના આંકડા સાબિત કરે છે કે, કિંગ ખાને ભલે ચાર વર્ષ પછી પડદા પર કમબૅક કર્યું હોય પણ તે હજીયે બાદશાહ જ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK