Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા

મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા

26 September, 2023 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રવિવારે પરણીને પરિણીતી ચોપડા હવે મિસિસ ચઢ્ઢા બની ગઈ છે.

મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા

મિસ્ટર ઍન્ડ મિસિસ ચઢ્ઢા


આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે રવિવારે પરણીને પરિણીતી ચોપડા હવે મિસિસ ચઢ્ઢા બની ગઈ છે. આ બન્નેએ ઉદયપુરમાં શાનદાર રીતે લગ્ન કરી લીધાં છે. તેમનાં લગ્નમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સહિત અનેક રાજકીય હસ્તીઓ હાજર રહી હતી. સાથે જ લગ્નના ફોટો કે વિડિયો લીક ન થાય એ માટે મહેમાનોના મોબાઇલ પર બ્લુ ટેપ ચોંટાડવામાં આવી હતી. લગ્નમાં સલામતી વ્યવસ્થા સખત રાખવામાં આવી હતી. સાથે જ સ્પેશ્યલ ફોર્સ મેમ્બર્સને પણ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા. લગ્નની થીમ ‘ડિવાઇન પ્રૉમિસ : એ પર્લ વાઇટ ઇન્ડિયન વેડિંગ’ રાખવામાં આવી હતી. રાઘવ પોતાની દુલ્હન પરિણીતીને લેવા માટે તાજ લેક પૅલેસમાંથી બોટ પર બારાત લઈને ધ લીલા પૅલેસ પહોંચ્યો હતો. રાતે ધ લીલા પૅલેસ કોર્ટયાર્ડમાં ‘અ નાઇટ ઑફ અમોર’ની થીમ પર ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમોર એક ઇટાલિયન શબ્દ છે અને એનો અર્થ લવ થાય છે. તેઓ ચંડીગઢ અને દિલ્હીમાં પણ રિસેપ્શન રાખવાનાં છે. લગ્નના ફોટો પરિણીતીએ ગઈ કાલે શૅર કર્યા હતા. તેણે ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો પર્લ વાઇટ લેહંગા પહેર્યો હતો. તેના ઘૂંઘટ પર રાઘવનું નામ લખેલું હતું. તો રાઘવે તેના અંકલ પવન સચદેવે ડિઝાઇન કરેલી પર્લ વાઇટ શેરવાની પહેરી હતી. લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન
 આપી હતી, ‘બ્રેકફાસ્ટ ટેબલ પર અમે જ્યારે પહેલી વખત વાતચીત શરૂ કરી ત્યારે અમારું દિલ જાણી ગયું હતું. આ દિવસની હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. ફાઇનલી મિસ્ટર અને મિસિસ બનવાની ખુશી છે. એકબીજા વગર હવે ન રહી શકીએ. અમારી નવી શરૂઆત થઈ છે.’ 


લગ્નમાં ગેરહાજર રહ્યા બાદ શુભેચ્છા પાઠવી પ્રિયંકાએરાગનીતી એટલે કે પરિણીતી 



ચોપડા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં પ્રિયંકા ચોપડા જોનસ ગેરહાજર રહી હતી. એથી તેણે હવે સોશ્યલ મીડિયામાં નવપરિણીતને શુભેચ્છા આપી છે. પ્રિયંકાની મમ્મી ડૉક્ટર મધુ ચોપડા લગ્નમાં હાજર રહી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે પ્રિયંકા લગ્નમાં કેમ ન આવી શકી? તો મધુ ચોપડાએ કહ્યું કે તે કામ કરી રહી હતી. 
સાથે જ તેમણે જણાવ્યું કે પરિણીતી અને રાઘવે કોઈ ગિફ્ટ્સ લેવાની પણ ના પાડી હતી. એ વિશે મધુ ચોપડાએ કહ્યું કે ‘તેમણે કાંઈ પણ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. નો લેના-દેના. બસ આશીર્વાદ. તે આમ પણ સુંદર છે અને અત્યારે ખૂબ સરસ દેખાઈ રહી હતી.’
પરિણીતી અને રાઘવનાં લગ્નના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કહ્યું કે ‘પિક્ચર પર્ફેક્ટ. નવપરિણીતને તેમના સ્પેશ્યલ દિવસની શુભેચ્છા આપું છું. રાઘવ ચઢ્ઢા, તારું ચોપડા પરિવારમાં સ્વાગત છે. આશા છે કે અમારી સાથે ક્રેઝી વસ્તુઓ કરવા માટે તું તૈયાર છે. તીશા (પરિણીતીનું સાચું નામ), તું ખૂબ સુંદર દુલ્હન છે. તને અને રાઘવને પ્રેમ અને આજીવન ખુશીઓ મળે એવી આશિષ આપું છું. એકબીજાનો ખ્યાલ રાખો અને આ સુંદર પ્રેમને સાચવીને રાખજો. લવ યુ લિટલ વન પરિણીતી ચોપડા.’


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK