‘રાગઈ’ અને ‘પરુ’એ ફર્સ્ટ મૅરેજ ઍનિવર્સરી ઊજવી મૉલદીવ્ઝમાં તથા એકમેકને પૂછ્યો એકસરખો સવાલ, બન્નેના મનોગતમાં એક વાત કૉમન હતી : આપણે વહેલાં કેમ ન મળ્યાં? બન્નેની પોસ્ટ દ્વારા તેઓ એકમેકને જે હુલામણા નામથી બોલાવે છે એ પણ છતાં થયાં છે.
પરિણીતિ ચોપડા, રાઘવ ચઢ્ઢા
ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાની મંગળવારે ૨૪ સપ્ટેમ્બરે પહેલી ઍનિવર્સરી હતી. પરિણીતિ અને રાઘવે આ બિગ ડે મૉલદીવ્ઝમાં ઊજવ્યો હતો અને બન્નેએ એની તસવીરો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એકમેક માટે પોતાના મનની વાત લખી હતી. બન્નેના મનોગતમાં એક વાત કૉમન હતી : આપણે વહેલાં કેમ ન મળ્યાં? બન્નેની પોસ્ટ દ્વારા તેઓ એકમેકને જે હુલામણા નામથી બોલાવે છે એ પણ છતાં થયાં છે.
પરિણીતિએ શું લખ્યું?
રાગઈ - ખબર નહીં ગયા જન્મમાં અને આ જન્મે મેં એવું શું કર્યું છે જેથી તું મને મળ્યો. હું એક પર્ફેક્ટ જેન્ટલમૅનને પરણી છું - તું મારો મસ્તીખોર ફ્રેન્ડ છે; લાગણીશીલ પાર્ટનર છે; મારો મૅચ્યૉર હસબન્ડ છે; એક સરળ, પ્રામાણિક માણસ છે; શ્રેષ્ઠ પુત્ર, બનેવી અને જમાઈ છે. આપણા દેશ માટેની તારી સમર્પિતતા અને પ્રતિબદ્ધતા મને ખૂબ જ પ્રેરિત કરે છે. હું તને ખૂબ જ ચાહું છું. આપણે વહેલાં કેમ ન મળ્યાં? હૅપી ઍનિવર્સરી. વી આર વન.
ADVERTISEMENT
રાઘવે શું લખ્યું?
એક વર્ષ ઑલરેડી પતી ગયું? એવું લાગે છે કે હજી કઈ કાલે જ આપણાં લગ્ન થયાં છે. કાશ, આપણે વહેલાં મળ્યાં હોત. ઘરે વિતાવેલી શાંત ક્ષણો હોય કે દુનિયાભરનાં ઍડ્વેન્ચર હોય, તેં પ્રત્યેક દિવસને સ્પેશ્યલ બનાવ્યો છે. તું મારી મજબૂત સપોર્ટ સિસ્ટમ રહી છે, માય બેસ્ટ ફ્રેન્ડ રહી છે. આ વર્ષને અવિસ્મરણીય બનાવવા બદલ તારો આભાર. પરુ, આપણા ભવિષ્યમાં શું લખાયું છે એ જોવા હું આતુર છું. હૅપી ફર્સ્ટ ઍનિવર્સરી માય લવ.