Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Palak Tiwari – Orry WhatsApp Chat: કેમ ઓરીએ પલક તિવારીને બતાડી મિડલ ફિંગર? ચૅટ થઈ વાયરલ

Palak Tiwari – Orry WhatsApp Chat: કેમ ઓરીએ પલક તિવારીને બતાડી મિડલ ફિંગર? ચૅટ થઈ વાયરલ

Published : 02 January, 2024 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Palak Tiwari – Orry WhatsApp Chat: અભિનેત્રી પલક તિવારી અને ઓરીની ચૅટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેઓની લીક થયેલી વોટ્સએપ ચેટથી નેટીઝન્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

પલક તિવારી અને ઓરી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

પલક તિવારી અને ઓરી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)


કી હાઇલાઇટ્સ

  1. લીક થયેલી ચૅટમાં પલક સૌ પ્રથમ ઓરીને તેની માફી માંગવા માટે કહે છે
  2. ચાહકો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ચૅટમાં આવતી `સારા` કોણ છે?
  3. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પલક અને ઇબ્રાહિમ કારની પાછળની સીટમાં જોવા મળ્યા હતા

અભિનેત્રી પલક તિવારી અને સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવતરમણી (ઓરી)ની ચૅટ ખૂબ જ વાયરલ (Palak Tiwari – Orry WhatsApp Chat) થઈ રહી છે. તેઓની લીક થયેલી વોટ્સએપ ચેટથી નેટીઝન્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને આશ્ચર્ય પામી રહ્યા છે કે શું બંને વચ્ચે આખરે ચાલી શું રહ્યું છે?


તાજેતરમાં જ ઓરીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની અને પલક સાથેની વોટ્સએપ ચૅટ (Palak Tiwari – Orry WhatsApp Chat)નો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. જેમાં બાદમાં તેની માફી પણ માંગતો તે જોવા મળી રહ્યો છે. 



તેઓની લીક થયેલી ચૅટમાં શું બાબત છે?


લીક થયેલી વોટ્સએપ ચૅટમાં પલક પહેલીવાર ઓરીને તેની માફી માંગવા માટે ટેક્સ્ટ કરતી જોવા મળે છે. "ઓરી, હું પલક વાત કરું છું. માફી માગો," આ રીતે પલકે મેસેજ કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે તરત જ ઓરીએ તેને મિડલ ફિંગરનું ઇમોજી મોકલ્યું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ પલક જણાવે છે કે, "સારા માટે આદરથી. હું કહું છું.” ઓરીએ જવાબ આપ્યો, “ના, બેબી, મને માફ કરજો.” કાં તો તમે સ્વાભિમાનથી માફી માગો. કારણ કે તમે કેવી રીતે વાત કરવી તે જાણતા નથી.” આ રીતે આ બંનેની ચૅટ વાયરલ (Palak Tiwari – Orry WhatsApp Chat) થઈ છે.

ચૅટમાં ઉલ્લેખાયેલી સારા છે કોણ?


ચાહકો એક વાતને લઈને મૂંઝવણમાં મુકાયા છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે સારા અલી ખાન છે કે સારા તેંડુલકર. આ ચૅટ (Palak Tiwari – Orry WhatsApp Chat) ત્યારે સામે આવઈ છે જ્યારે પલક સારા અલી ખાનના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની અફવા ફેલાઈ છે.અન્ય કેટલાક વપરાશકર્તાઓએ પણ પલક તિવારી પર આ રીતે ચૅટ કરવા બદલ ઓરીને ખરાબ સાંભલાવ્યું છે. 

એક યુઝરે તો લખ્યું છે કે "આનાથી તેનું જ ખરાબ દેખાઈ રહ્યું છે. મુદ્દો ગમે તે હોય તેને આ રીતે ન કરવું જોઈએ. પલક મોટા શોટ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટની બાળકી હોઇ આવી પોસ્ટ તેણે ન કરવી જોઈએ”

દરમિયાન, પલક તિવારી સારા અલી ખાનના નાના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની અફવા છે. ગયા વર્ષે ભાઈ-બહેનની જોડીએ પલક સાથે ગોવામાં વેકેશન માણ્યું હોવાની પણ અફવા છે.

સાથે જોવા મળ્યા હતા જ્યારે તેઓ પાર્ટીમાંથી બહાર નીકળ્યા હતા. બંને પાપારાઝીથી છુપાઈ ગયા હતા અને ફોટોગ્રાફ લેવા પણ તૈયાર નહોતા. ગયા વર્ષે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સાથે ડેબ્યૂ કરનાર પલક એ અગાઉ ડેટિંગની અફવાઓને ફગાવી દીધી હતી

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2024 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK