સારાને ભગવાન શિવમાં ભારે આસ્થા છે અને આ વિડિયો વાઇરલ થયા પછી તેના ફૅન્સ તેને ભગવાન શિવની સાચી ભક્ત કહી રહ્યા છે.
સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની દીકરી સારા અલી ખાને મંગળવારે પોતાની ત્રીસમી વર્ષગાંઠની ઉજવણી કરી. આ દિવસે તેણે ઘરની બહાર ફોટોગ્રાફર્સ સાથે કેક કટ કરી હતી. આ સેલિબ્રેશન વખતે સારાએ સફેદ ચિકનકારી ડ્રેસ પહેર્યો હતો અને તે મેક-અપ વગર જોવા મળી હતી. આ સમયે સારાએ ભગવાન શિવનું એક યુનિક ગોલ્ડ લૉકેટ પહેર્યું હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. સારાને ભગવાન શિવમાં ભારે આસ્થા છે અને આ વિડિયો વાઇરલ થયા પછી તેના ફૅન્સ તેને ભગવાન શિવની સાચી ભક્ત કહી રહ્યા છે.
સારા અલી ખાન ખરેખર શિવભક્ત છે અને તેણે ઉજ્જૈનના મહાકાલ, કાશી વિશ્વનાથ, શ્રીસૈલમ મલ્લિકાર્જુન અને કેદારનાથધામ જેવાં અનેક જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં છે.


