સારાભાઇ વર્સેસ સારાભાઇનું પાકિસ્તાની વર્ઝન જોઇ ભડક્યા લેખક આતિશ કપાડિયા
સારાભાઈ વર્સિસ સારાભાઇ (ફાઇલ તસવીર)
સારાભાઈ વર્સિસ સારાભાઈના લેખક આતિશ કાપડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે પાકિસ્તાનમાં તેમના નાઇન્ટીઝનો જાણીતાં શૉની અનાધિકૃત રીમેક બનાવવામાં આવી છે. આતિશે લખ્યું છે કે પરવાનગી વગર આ કામ કરવામાં આવ્યું એટલું જ નહીં પણ આની સ્ટ્રીમિંગ પણ કરી દેવામાં આવી. જેનો મૂળ ઉદ્દેશ્ય સંપૂર્ણ રીતે બદલી દીધો છે.
પોતાની પોસ્ટમાં આતિશે લખ્યું છે કે, "સવારે એક વીડિયો લિંક મળી, મેં જ્યારે લિંક ઓપન કરી તો અમારા શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની અનૌપચારિક રીમેકની ફ્રેમ ટૂ ફ્રેમ, વર્ડ ટૂ વર્ડ કોપી કરવામાં આવી હતી. આ કામ આપણાં પડોશીનું જ છે. આટલું જ નહીં બેશરમીથી આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો. શઓના એક્ટર્સે મારા લખેલા શબ્દોને એટલી ખરાબ રીતે બતાવ્યા છે, જાણે કે સડક છાપ સંવાદો હોય. મારો કહેવાનો અર્થ એ છે કે પ્રેરિત થવું અને 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'ની જેમ એક શો બનાવવો તે વાત સમજમાં આવે છે. 'ખિચડી'એ પણ અનેક પ્રોડ્યૂસર્સને પ્રેરણા આપી હતી. જોકે, સમસ્યા હતી કે તેઓ આ શો બનાવવા પાછળનો તર્ક સમજ્યા નહોતા. એ જ રીતે 'સારાભાઈ.." આ શૉને ઇન્સ્પાયર્ડ શૉ કહેવું ખોટું છે, કારણકે તેમને લાગે છે કે આ શૉ ફક્ત વર્ગ સંઘર્ષ વિશે હતો, જો આનો ફક્ત એક ભાગ હતો. પણ આમણે આખું બદલી દેવામાં આવ્યું. પણ જબરજસ્ત નકલ ખૂબ જ ભયાવહ છે.
ADVERTISEMENT
આતિશે આગળ લખ્યું, મારો મિત્રોને અનુરોધ છે કે તમે શૉને વ્યૂઝ ન આપે. એમ કરીને ધોળે દિવસે આ લૂંટમાં સામેલ થશે. કૉપીરાઇટ એટલે કે ટેક્નિકલ કૉપીરાઇટથી નથી, મારો અર્થ અંતરાત્માની ઓછ છે. અને આ ચોરોએ શૉમાંથી બધું હટાવી દીધું. જો ન્યાય છે તો હું તેની રાહ જોઇ રહ્યો છું. અનુકરણ કરવું ચાપલૂસીનો સૌથી બેસ્ટ ફૉર્મ છે પણ આ માટે પરવાનગી ન લેવી અનુકરણ અવૈધ અને અયોગ્ય છે.


