નુશરત ભરૂચાએ શનિવારે વરલીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નુશરત ભરૂચાએ શનિવારે વરલીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમ્યાન નુશરતને ફૅન્સની ભીડે ઘેરી લીધી, કારણ કે દરેક ફૅન તેની સાથે સેલ્ફી ક્લિક કરવા ઇચ્છતો હતો. આ ઘટનાના વાઇરલ વિડિયોમાં નુશરત અસ્વસ્થ દેખાય છે અને અકળાઈને પોતાની ટીમને શોધવા માટે બૂમો પાડતી જોવા મળે છે. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નુશરત ફૅન્સના આવા વર્તનથી અસહજ થઈ ગઈ હતી. જોકે પછી ભારે પ્રયાસો કરીને તેને સલામતીપૂર્વક તેની કાર સુધી પહોંચાડવામાં આવી હતી.

