ઇઝરાયલમાંથી ઉગારી લેવા બદલ નરેન્દ્ર મોદીનો રૂબરૂ આભાર માનીને નુશરત ભરૂચાએ વડા પ્રધાન સાથેની મુલાકાત વિશે લખ્યું...
નુશરત ભરૂચાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો
તાજેતરમાં દિલ્હીમાં CNN-News 18 ચૅનલ દ્વારા આયોજિત રાઇઝિંગ ભારત સમિટમાં ઍક્ટ્રેસ નુશરત ભરૂચાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો હતો. આ તક મળતાં જ નુશરતે તેને અને અન્ય ભારતીય નાગરિકોને થોડા સમય પહેલાં ઇઝરાયલમાંથી ઉગારી લેવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ નુશરતને પૂછ્યું હતું કે ગુજરાતી આવડે છે કે નહીં. ત્યારે નુશરતે કહ્યું હતું કે આવડે છે, હું બરોડાની છું. આ સાંભળીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને ખબર છે.
નુશરતે વડા પ્રધાન સાથેની આ મુલાકાતનાં તસવીર-વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યાં હતાં અને અંગ્રેજી લિપિમાં ગુજરાતીમાં આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું : આપનો આ મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર, મારા માટે આ જિંદગીભરની યાદગીરી છે.

