Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડ સામે બોલવાની મારામાં હવે હિંમત આવી છે : પ્રિયંકા ચોપડા જોનસ

બૉલીવુડ સામે બોલવાની મારામાં હવે હિંમત આવી છે : પ્રિયંકા ચોપડા જોનસ

04 April, 2023 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરીને ત્યાં સેટલ થઈ છે.

રિચર્ડ મેડન અને પ્રિયંકા ચોપડા તસવીર આશિષ રાજે

રિચર્ડ મેડન અને પ્રિયંકા ચોપડા તસવીર આશિષ રાજે


પ્રિયંકા ચોપડા જોનસે કહ્યું છે કે તેનામાં હાલમાં હિમ્મત આવી હોવાથી તેણે બૉલીવુડમાં થયેલા કડવા અનુભવ વિશે જણાવ્યું હતું. તેને અનેક લોકોએ સપોર્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું થતું આવ્યું છે. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરીને ત્યાં સેટલ થઈ છે. આજે તે હૉલીવુડના અનેક પ્રોજેક્ટ્સમાં બિઝી છે. એમાંનો જ એક પ્રોજેક્ટ એટલે આગામી વેબ-સિરીઝ ‘સિટાડેલ’ છે. રૂસો બ્રધર્સની એ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં છે. ૨૮ એપ્રિલે આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.

પ્રિયંકા હાલમાં જ મુંબઈ આવી છે. બીજી તરફ રિચર્ડ મેડન પણ આ સિરીઝના પ્રમોશન માટે મુંબઈ પહોંચી ગયો છે. ગઈ કાલે એની પ્રમોશનલ ઇવેન્ટમાં પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે આટલાં વર્ષો બાદ તેણે હવે બૉલીવુડમાં થયેલા કપરા અનુભવ વિશે શું કામ જણાવ્યું છે? એનો જવાબ આપતાં પ્રિયંકાએ કહ્યું કે ‘પહેલી વાત તો એ કે હું જ્યારે પૉડકાસ્ટમાં પહોંચી તો મને મારી લાઇફની જર્ની વિશે પૂછવામાં આવ્યું હતું. તો મેં મારી યુવાનીના સમયને, હું જ્યારે ૧૦, ૧૫, ૨૨, ૩૦, ૪૦ની થઈ ત્યાં સુધીની જર્ની વિશે જણાવ્યું હતું. મારી લાઇફના એ તબક્કા વિશે જણાવવા માટે મારામાં અત્યારે વિશ્વાસ આવ્યો હતો. હું અત્યારે જ્યાં છું ત્યાં હું મારી લાગણીને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા સક્ષમ છું અને મારામાં એ જણાવવાની હિમ્મત આવી છે. મને લાગે છે કે મારા સંબંધો ખૂબ ખરાબ થયા હતા, બાદમાં મેં એને માફ કર્યા. હું ઘણા સમયથી એમાંથી બહાર નીકળી ગઈ છું અને મેં મારી શાંતિ મેળવી લીધી હતી. આ જ કારણ છે કે એ વિશે જાહેરમાં સલામત સ્થળે કહેવું મારા માટે સરળ હતું.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK